ફિલ્મ: સૈયર મોરી રે
કાચી રે માટીનું કોડિયું આ કાયા
જબકી જબકી ને બુજાવવાનું રે
જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહીં
કાલે સવારે શું થવાનું
કાચી રે માટીનું કોડિયું આ કાયા
તન મન ધન ના તલને પીચતી
ઘાણી ઘુમીયા કરતી (૨)
હે ભવસાગરનો નહીં ભરોસો (૨)
ઘડી ઓટ ઘડી ભરતી
હે લેણું દેણું લખ્યું લલાટે (૨)
અહીંનું અહીં દેવાનું રે
જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહીં
કાલે સવારે શું થવાનું
હો કાલે સવારે શું થવાનું
0 ટિપ્પણીઓ