ગીત: જલાવી દેજો
ફિલ્મ: સૈયર મોરી રે
રોજ ઉગે ને ફરી આથમે તો એ કાળા કિરણ કા ખરે
જીવતી ને વહેતી હતી જે હવાઓ મનને અડી કા મરે
સાદ કોઈ હવે ના ખપે આ કાનને
યાદ કોઈ હવે ના ખપે આ કાનને
જલાવી જ દેજો લીલી એવી યાદો
ઉડતો ધુમાડો ભલે
જલાવી જ દેજો બધાએ જવાબો
ના હો સવાલો ભલે
આ જિંદગી થોડી હતી વીતી ના તોય પનારે
વહેતી જતી હોડી હતી પહોંચી ના તોય કિનારે
આગળ હવે જાવું નથી જાવું તો કોના સહારે
નામ કોઈ હવે ના ખપે આ કાનને
કામ કોઈ હવે ના ખપે આ કાનને
જલાવી જ દેજો લીલી એવી યાદો
ઉડતો ધુમાડો ભલે
જલાવી જ દેજો બધાએ જવાબો
ના હો સવાલો ભલે
0 ટિપ્પણીઓ