અણસારો



ગીત: અણસારો
ફિલ્મ: સૈયર મોરી રે 

આજથી જે કંઈ કહું બસ તારી આંખને કહું 
આજથી ક્યાંય ના રહું બસ તારી આંખમાં રહું
પણ ક્યાંથી હું ઉકેલુ નથી હૈયું તારું સહેલું
અણસારો કોઈ આપી દે મને 
મારુ મન થયું છે ઘેલું હું તો શાન ભાન મેલુ
હર વાતમાં લાવી દઉં હું તને
આજથી જે કંઈ કહું બસ તારી આંખને કહું 
આજથી ક્યાંય ના રહું બસ તારી આંખમાં રહું

ફરી ફરી કા, થાય મને આ 
તું ના હોય સામે તોય એ સામે હો
જો સમણા એવા હું ઘણા
તું હો મારી વાતમાં
ને ચાંદ હો ખીલેલો રાતમાં
આજથી નીંદમાં ભલે દિવસો ઉગે ને જાય રે
આજથી જાગતા ભલે સપનું ચડીને જાય રે 

જીતી જાઉં ભલે કે હારી જાઉં હવે અહિં
ભૂલી જાઉ બધુંય ભૂલી જાઉં તને કહિ
આ એક જિંદગી મળી 
અને જો આજથી છે તું મળી
હવે આ એક પળને હું ખોવું ના
આજથી ખોઈ હું દઉં ભલે મારી જાતને હવે 
આજથી પામી હું લવ બસ તારી જાતને હવે 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ