ગીત: આવે તારી યાદ
ફિલ્મ: એકવાર પિયુને મળવા આવજે
એ વૃક્ષ વિનાની વેલડી અને ચંદ્ર વિનાની રાત
પણ તારા વિનાની આ જિંદગી અરે રે મારી થઈ ગઈ રે બરબાદ
એ કાળજુ કાપી જીવડો કાઢું (૨)
મનમાં એવું થાય બેવફા સાજન
બેવફા સાજણ મારી પ્રીતડી ભૂલી ગઈ
આવે તારી યાદ આવે તારી યાદ (૨)
ગોરી રે..ગોરી રે... ગોરી રે... ગોરી રે...
આવે તારી યાદ આવે તારી યાદ (૨)
હે સાજન કિયા કારણીએ
તમે છોડ્યો મારો સાથ
હે તારા વિના આ મલકમાં જીરે
અરેરે મરશું સાજણ આજ
એ રહ રહ રોવે આંખડી મારી (૨)
મને છોડીને ચાલી ગઈ બેવફા સાજણ
હો બેવફા સાજણ
બેવફા સાજણ મારી પ્રીતડી ભૂલી ગઈ
આવે તારી યાદ આવે તારી યાદ (૨)
ગોરી રે..ગોરી રે... ગોરી રે... ગોરી રે...
આવે તારી યાદ આવે તારી યાદ (૨)
હે દગા દીધા તે પ્રેમમાં
અને જીવશું કોને કાજ
હે મારી સાજણ વેલી આવજે જી રે
નહીં તો લાગશે મારી હાય
હે કાળજે કટાર ખોશી મરચું (૨)
હારે તારે કાજ બેવફા સાજણ
હો બેવફા સાજણ
બેવફા સાજણ મારી પ્રીતડી ભૂલી ગઈ
આવે તારી યાદ આવે તારી યાદ (૨)
ગોરી રે..ગોરી રે... ગોરી રે... ગોરી રે...
સાયબા રે હો સાયબા રે
હે જગના બંધન તોડ્યા સાજણ (૨)
આવી તારી પાસ મારા સાજણ
ઓ મારા સાજણ નથી ભૂલી તારી પ્રીત
નથી ભૂલી પ્રીત નથી ભૂલી પ્રીત નથી ભૂલી પ્રીત નથી ભૂલી પ્રીત
ગોરી રે... ગોરી રે...
સાયબા રે સાયબા રે
ગોરી રે... ગોરી રે...
સાયબા રે સાયબા રે
0 ટિપ્પણીઓ