મનમોજી મતવાલો



ગીત: મનમોજી મતવાલો
ફિલ્મ: એકવાર પિયુને મળવા આવજે

મનમોજી મતવાલો રંગીલો દિલવાળો (૨)
હું નખરાળો હું છોગાળો રંગ રંગીલો રે 
વિક્રમ મારું નામ (૨)

કુદરતના ખોળે મસ્તીથી રમનારો (૨)
આઝાદ પછી આકાશે ઉડનારો 
હું પ્રેમી હું પાગલ દિવાનો (૨)
ઓ નખરાળી હો લટકાળી હો રૂપાળી રે 
વિક્રમ મારું નામ વિક્રમ મારું નામ 

હો માયાની દુનિયાના અવનવા ખેલ છે (૨)
ખેલાવે ખેલન હાર જગતમાં (૨)
ખેલ ખેલી રહ્યો ઉમંગમાં 
અરે હું નખરાળો હું છોગાળો રંગ રંગીલો રે
વિક્રમ મારું નામ વિક્રમ મારું નામ

હું યારો નો યાર હું દિલથી દિલદાર (૨)
દુશ્મનો માટે બની જાવું તલવાર
હું પ્રેમી હું પાગલ દિવાનો (૨)
હું નખરાળો હું છોગાળો રંગ રંગીલો રે
વિક્રમ મારું નામ વિક્રમ મારું નામ
મનમોજી મતવાલો રંગીલો દિલવાળો (૨)
હું નખરાળો હું છોગાળો રંગ રંગીલો રે 
વિક્રમ મારું નામ (૨)


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ