ગીતઃ એકવાર પીયુને મળવા આવજે
ફિલ્મઃ એકવાર પીયુને મળવા આવજે
ઓ સાયબા
ઓ ગોરી
ઓ સાયબા
ઓ ગોરી મોરી એકવાર પીયુને મળવા આવજે
ઓ સાયબા મોરા એકવાર ગોરીને મળવા આવજે
તારા વિના રે ગોરી ઘડીએ ના ચાલે હો ગોરી મોરી
ઓ ગોરી મોરી એકવાર પીયુને મળવા આવજે
ઓ સાયબા મોરા એકવાર ગોરીને મળવા આવજે
હાથોમાં મારા સાજણ નો હાથ છે
હોઠો પર મારા પિયુજી નું નામ છે (૨)
હો રૂદિયામાં રાધા તારો ધબકાર છે
રાત દિન આવે રાધા તારો વિચાર રે
ભવ ભવના ઓ રાધા કોલ દીધા છે પ્રીતડી નિભાવજે
મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી
હો ગોરી મોરી એકવાર પીયુને મળવા આવજે
મારો તું રામ છે તું મારો શ્યામ છે
તું મારું તીરથ તુજ મારું ધામ છે (૨)
હો મનના મંદિર માં તારી મૂરત છે
આંખોમાં રાધા મારી તારી સુરત છે
ભવ ભવના ઓ રાધા કોલ દીધા છે પ્રીતડી નિભાવજે
તારા વિના રે લાગે સુનો સંસાર રે હો ગોરી મોરી
હો ગોરી મોરી એકવાર પીયુને મળવા આવજે
હો સાયબા મોરા એકવાર ગોરીને મળવા આવજે
હો રા.....ધા
હો હો રા...ધા
0 ટિપ્પણીઓ