ફિલ્મ: એકવાર પીયુને મળવા આવજે
પ્રેમ પ્રેમ સૌ કોઈ કહે અને પ્રેમના જાણે કોઈ
જો જાણે તો આ જગતમાં એનાથી જુદા રે ના કોઈ (૨)
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય
ઘડીએ ઘડીએ મારું દલડુ દુભાય
કોરસ: હો ઘડીએ ઘડીએ મારુ દલડું દુભાય
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય
ઘડીએ ઘડીએ મારું દલડુ દુભાય
કોરસ: હો ઘડીએ ઘડીએ મારુ દલડું દુભાય
શાને કાજે હૈયુ મારુ ઝંખે તારો સંગ
ના જાણું હું ઘડીએ પડીએ પ્રેમ બદલશે રંગ
હો ઘાયલ મારા દલડાની ગોરી કહેવી કોને વાત
હૈયા કેરા દર્દ તણી કરવી શું ફરિયાદ
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય
ઘડીએ ઘડીએ મારું દલડુ દુભાય
કોરસ: હો ઘડીએ ઘડીએ મારુ દલડું દુભાય
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય
ઘડીએ ઘડીએ મારું દલડુ દુભાય
કોરસ: હો ઘડીએ ઘડીએ મારુ દલડું દુભાય
હે ખીલી ખીલી
હો ખીલી ખીલી ચંદરમાની રાત જો (૨)
નણદલ ભોજાઈ પાણીડા નિસરયા રે
નણદલ ભોજાઈ પાણીડા નિસરયા રે
હે ખીલી ખીલી
હો ખીલી ખીલી ચંદરમાની રાત જો (૨)
નણદલ ભોજાઈ પાણીડા નિસરયા રે
નણદલ ભોજાઈ પાણીડા નિસરયા રે
હે જોડો જોડો
જોડો જોડો વેલડો તમે આજ રે (૨)
મારે જાવું મારા મૈયરિયે રે
મારે જાવું મારા મૈયરિયે રે
હે જોડો જોડો
હો જોડો જોડો વેલડો તમે આજ રે (
મારે જાવું મારા મૈયરિયે રે
મારે જાવું મારા મૈયરિયે રે
હે વગાડ વગાડ
વગાડ વગાડ સુરેશ તારો ઢોલ રે (૨)
ગરબે રમશું મારા મૈયરિયે રે
ગરબે રમશું મારા મૈયરિયે રે
હે વગાડ વગાડ
વગાડ વગાડ કિશોર તારો ઢોલ રે
ઢોલે રમશું મારા ગોમમાં રે
ઢોલે રમશું મારા ગોમમાં રે
ઓ રજવાડી છીએ અમે મોન ભેર રહીએ (૨)
ક્ષત્રીય ઠાકોર અમે કહેવાઈએ (૨)
ઓ રજવાડી છીએ અમે મોન ભેર રહીએ (૨)
ક્ષત્રીય ઠાકોર અમે કહેવાઈએ (૨)
હો રજવાડી ફેટો અમે રે પહેરીએ (૨)
હાથમાં તલવાર અમે રે ધરીએ (૨)
હો વાંકડિયા મુછને અમે મરડીએ (૨)
કોનમાં જોલા અમે રે પેરીએ
કાનમાં મચીયો અમે રે પેરીએ
એ સનેડો આયો લાલ સનેડો આયો
હે સનેડો ગાયો અમે
હે આજ સનેડો ગાયો હા
સનેડો સનેડો સનેડો લાલ સનેડો
એ સનેડો કાળજાની કોર લાલ સનેડો
હે હમજી શકાય તો હમજો લાલ સનેડો
હે સનેડો સનેડો
સનેડો સનેડો
સનેડો સનેડો સનેડો લાલ સનેડો
અલ્યા એ
એ ડોશી થઈ તોય દર્પણમાં જોઈએ
અને મરક મરક મલકાય
આઇબ્રો બ્લીચિંગ કરાવવા
એ તો બ્યુટી પાર્લરમાં જાય લાલ સનેડો
સનેડો સનેડો સનેડો લાલ સનેડો
સનેડો કાળજાની કોર લાલ સનેડો
હે પ્રેમ ના ગીતો ગાતો લાલ સનેડો
હે સનેડો સનેડો
સનેડો સનેડો
સનેડો સનેડો સનેડો લાલ સનેડો
0 ટિપ્પણીઓ