સજની મોરી



ગીત: સજની મોરી
ફિલ્મઃ એકવાર પીયુને મળવા આવજે

સજની મોરી રે 
હો સજની મોરી રે 
વાગ્યા મુને (૨) પ્રેમ ના રે બાણ
રાધા તને કેમ કરી ભુલાય (૨)
સાયબા મોરા રે 
સાયબા મોરા રે 
કાળજે મારા (૨) કોર્યા તારા નામ
સાયબા તને કદી ના ભુલાય (૨)

જગની લાજે રીત રિવાજે હવે ના બંધાતી
દુનિયા બાંધે જગત રોકે તોય ના રોકાતી (૨)
હો જીવવું સાથે મરવું સાથે રહેવું સદા સાથ
જન્મોનો સથવારો સાજણ કોલ દીધા મે આજ
ઝંખે હૈયુ રે
ગોરી તને ઝંખે હૈયુ રે
સપનામાં તો (૨) રોજ સતાવે રે
ગોરી તને કદી ના ભુલાય (૨)
સાયબા મોરા રે 
સાયબા મોરા રે 
કાળજે મારા (૨) કોર્યા તારા નામ
સાયબા તને કદી ના ભુલાય (૨)

મુખડું તારું જોઈ ગોરી ઉગે રે પ્રભાત 
છબી તારી જોઈને ગોરી કાઢું દિન ને રાત (૨)
વાસળી કેરા સુરે સાજણ ભૂલી હું તો ભાન 
સાજણ તારી પ્રીતમાં હવે જગનું નથી ભાન 
જન્મોનો છે સાથ
ગોરી ભવ ભવનો છે સંગાથ 
નહિ છોડું હું (૨) સાજણ તારો સાથ
રાધા તને કદિ ના ભુલાય (૨)
સાયબા મોરા રે 
સાયબા મોરા રે 
કાળજે મારા (૨) કોર્યા તારા નામ
સાયબા તને કદી ના ભુલાય (૨)
વાગ્યા મુને પ્રેમ ના રે બાણ
રાધા તને કેમ કરી ભુલાય (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ