ગીત: સાજણ હવે અટકો
ફિલ્મ: એકવાર પિયુને મળવા આવજે
એ ગોરી તારો લટકો લટકો એ હા
સાજણ હવે અટકો અટકો એ જા
કોરસ: ઓ નખરાળી ઓ લટકાળી માની જાને વાત
પ્રીત ભરેલું દલડું લાવ્યો ગોરી તારે કાજ
કોરસ: જા અલબેલા જા છોગાળા મારી પાછળ તું ના આ
વાતમાં તારી નહિ ભરમાવું છોડી દે ને હા
હે ગોરી તારો લટકો રે હાય મને ભાન ભુલાવે છે
હે ગોરી તારો લટકો રે હાય મને કેમ સતાવે છે
એ સાજણ હવે અટકો અટકો એ જા જા
સાજણ હવે અટકો રે હાય મને કેમ સતાવે છે
અહીંથી ચટકો રે હાય મને કેમ શરમાવે છે
એ ગોરી તારો લટકો એ હા...
એ કે તો ગોરાદે રૂડો માંડવો રોપાવું
કોરસ: માંડવો રોપાવું (૨)
એ કે તો ગોરાદે રૂડો માંડવો રોપાવું
કોરસ: માંડવો રોપાવું (૨)
એ માંડવો રોપાવું રૂડી શરણાયું વગડાવું
જુઠા તારા વાયદા રે હાય મને કેમ ભરમાવે છે
સાજણ હવે અટકો રે હાય મને કેમ સતાવે છે
એ કે તો ગોરાદે મારુ કાળજડું કોરાવું
કોરસ: કાળજડું કોરાવું
એ કે તો ગોરાદે મારુ કાળજડું કોરાવું
કોરસ: કાળજડું કોરાવું
એ કાળજડું કોરી મારો જીવલડો લુટાવું
આવું કા બોલ સાયબા રે જીવતર તારા નામે કરૂ હો જી
ઘણું જીવો સાજણજી કે દલ મારું કેમ દુભાવે છે
સાજણ મારા સાજણ જી હાય મને કેમ સતાવે છે
હે ગોરી તારો લટકો રે હાય મારું દિલ ડોલાવે છે
સાજણ હવે અટકો રે હાય મને કેમ સતાવે છે જા
0 ટિપ્પણીઓ