વિક્રમ આવ્યો રે



ગીત: વિક્રમ આવ્યો રે
ફિલ્મ: પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય

કોરસ: આયો રે આયો રે આયો રે આયો રે આયો રે આયો રે
કોરસ: આયો નંદ યશોદાનો લાલ
કોરસ: સાયો રે સાયરે સાયરે સાયરે સાયરે રંગ સાયો રે
કોરસ: આયો આયો ગિરધર ગોપાલ
આયો આયો રે શ્યામ
હે ઘેલી રાધા નો કાન
મોહન મોરલી વાળો રે રાધા નો રખવાળો રે
ગોકુળની ગલીએ ગલીઓમાં ઘૂમવા
ગોપ ગોવાળઓની હારે રે રમવા
આયો જશોદાનો લાલ
કનૈયો આયો રે
કોરસ: કનૈયો આયો રે
હે નાચો નાચો રે આજ
હો જુમો ગાવો રે આજ
આયો નંદ દુલારો રે
રાધા નો રખવાળો રે
જન્મો જનમની પ્રીત્યુ નીભાવવા
વટ રે વચન ની રીતુ નિભાવવા
પાપી નો કરવા સંહાર
કે વિક્રમ આવ્યો રે
કોરસ: કે વિક્રમ આવ્યો રે

હે આયો ગોવિંદા આયો ગોપાલ (૩)
માખણનો ચોરનારો રે
કોરસ: માખણનો ચોરનારો રે
હો કોઈનો રોક્યો ના રે રોકાશે
મટકી ફોડીને જાશે રે
હે થાશે થાશે ધમાલ
હે કોઈને કરશે બે હાલ
મામા કંસનો ભાણો રે
મથુરાનો મહારાણો રે

હો રાધા દીવાની પ્રેમની ને
મીરા દર્શન ની ને
પૂછું હું તો શ્યામને
કહો સાચી પ્રીત છે કોની
હો રાધા રટે છે કાન ને
ને મીરા પૂંજે છે શ્યામ
રાધા કહો કે મીરા કહો
હે આતો પ્રેમના છે બે નામ
ના એ રાધા નો કાન
ના એ મીરાનો શ્યામ
પ્રેમનો એ દીવાનો રે
પ્રેમને વશ થાનારો રે

હે ચેતીજા કંસ તારો આયો રે કાળ (૨)
હાથોમાં લઈને હથિયાર 
કોરસ: હાથોમાં લઈને હથિયાર 
હો પાપ મીટાવું પાપી મીટાવું
સામે આવે તો બતાવું રે
હે આવ્યો યારો નો યાર
હા થઈને દુશ્મનનો કાળ
શંખ સુદર્શન વાળો રે
જન્મો જનમની પ્રીત્યુ નીભાવવા
વટ રે વચન ની રીતુ નિભાવવા
પાપી નો કરવા સંહાર
કે વિક્રમ આવ્યો રે
કોરસ: કે વિક્રમ આવ્યો રે
કે વિક્રમ આવ્યો રે
કોરસ: કે વિક્રમ આવ્યો રે
કે વિક્રમ આવ્યો રે
કોરસ: કે વિક્રમ આવ્યો રે
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ