પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય



ગીત: પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય
ફિલ્મ: પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય

પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય
પ્રેમ સાયબા તારો કેમ કરી ભુલાય
કેમ કરી ભુલાય

પરદેશી ના જા રે દિલ તોડી ના જારે (૨)
પરદેશી ના જા રે દિલ તોડી ના જારે(૨)
હે મુને એકલી મૂકીને પરદેશમાં
હો મારી પ્રીત રે ભૂલીને પરદેશમાં (૨)
હો ગોરી મોરી હો રૂદિયાની રાણી હો (૨)
તારી યાદ લઈને જાવુ પરદેશમાં
હો દીધા કોલ રે નીભાવવા પરદેશમાં (૨)
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય (૨)

હો તારા રે વિયોગે રાત્યુ જાગી જાગી જાશે
હો... હો
તારા રે વિયોગે રાત્યુ જાગી જાગી જાશે
હો રોઈ રે રોઈ ને મારા દિવસોના જાશે
હો મુને અધવચ્ચ એકલડી નામ મેલો રે પિયુજી મારા (૨)
એ હારે લેતા રે જાઓ ને પરદેશમાં
હો મેલી એકલી ના જાઓ પરદેશમાં (૨)
હો ગોરી મોરી હો રૂદિયાની રાણી હો (૨)

હો રાખજે ભરોસો ગોરી વેલો રે આવું
સાયબા હો
રાખજે ભરોસો ગોરી વેલો રે આવું
વેલો રે આવું
પ્રીતની કાજે આખી દુનિયા ઝુકાવુ (૩)
હો સાચી પ્રીત્યુ ને ચાકડે ચડવા દયો ને હો ગોરી મોરી (૨)
હસતા હસતા જવા દયો ને પરદેશમાં
હો દીધા કોલ રે નિભાવવા પરદેશમાં (૨)
પરદેશી ના જા રે દિલ તોડી ના જારે(૨)
તારી યાદ લઈને જાવુ પરદેશમાં
હો દીધા કોલ રે નીભાવવા પરદેશમાં (૨)
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય
પ્રેમ સાયબા તારો કેમ કરી ભુલાય
કેમ કરી ભુલાય
કેમ કરી ભુલાય 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ