માં તારા આશીર્વાદ


 ગીત: માં તારા આશીર્વાદ


એ માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે (૨)

હે ઓરતા હતા મન ના મારા તે પુરા કર્યા છે (૨)

માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે

હે મારી માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે


હે તારા પ્રતાપે મારે ખમ્મા મજા છે

હે તારા ઉપકાર મુજ પર ઘણા છે

હો માં ભાવે તારી ભગ્તિ કરતા

દીવા તારા મેં ભર્યા છે

હે દીવા માડી મેં ભર્યા માં તે અંજવાળા કર્યા છે

દીવા ખાલી મેં ભર્યા માં તે અંજવાળા કર્યા છે

માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે

હે મારી માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે


હો માં સાત ની વાટે અમે રે ચાલતા

દુશ્મન હજારો  ઉભા થયા છે

હો તારા નામ ની લગની લાગી

તારા પ્રતાપે મારે ખોટ ક્યાં છે

હે તને આગળ કરી માં પગલા મેંતો ભર્યા છે (૨)

માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે (૨)


ઓ સુખ ને દુખ માં સાથે તું રેજે

જીવન અમારા અર્પણ કર્યા છે

ઓ સુખ ને દુખ માં સાથે તું રેજે

જીવન અમારા અર્પણ કર્યા છે 

તારા ચરણો માં માડી શીશ મેંતો ધર્યા છે (૨)

માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે (૨)

અરે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે 







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ