મુજથી મારો શ્યામ રીસાણો



ગીત: મુજથી મારો શ્યામ રીસાણો
ફિલ્મ: પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય

હો મુજથી મારો શ્યામ રિસાણો ભૂલ્યો મારી પ્રીત (૨)
હો લાખ મનાવું વાત ના માને (૨) 
રુઠ્યો છે મનડાનો મીત હો હો
રાધા તારો શ્યામ ના રુઠે ભોલે ના તારી પ્રીત (૨)
હો રુદીએ રાધા નામ છે જેના (૨)
હોઠો પર રાધા ના ગીત હો હો
રાધા તારો શ્યામ ના રુઠે ભોલે ના તારી પ્રીત
રાધા હો...રાધા હો..
હો હો શ્યામ

રાધા રાધા રટનારા એ રાધા કેમ વિસારી
કાન્હા તારી પ્રીત ને કાજે દુનિયા મેં ઠુકરાવી
રાધા ને તો રડવું એવી (૨)
સદીઓથી ચાલી છે રીત હો..
રાધા તારો શ્યામ ના રુઠે ભોલે ના તારી પ્રીત
રાધા હો...રાધા હો..
હો હો શ્યામ

રાધા વિના છે શ્યામ અધૂરો રાધા ના હો તો શ્યામ ના હો
હો પ્રેમની દેવી રાધા નથી તો શ્યામ કદી ભગવાન ના હો
પ્રેમની આ દુનિયામાં (૨)
રાધા ની થાશે જીત હો...
રાધા તારો શ્યામ ના રુઠે ભોલે ના તારી પ્રીત હો
મુજથી મારો શ્યામ રિસાણો ભૂલ્યો મારી પ્રીત
હો રુદીએ રાધા નામ છે જેના (૨)
હોઠો પર રાધા ના ગીત હો હો
રાધા તારો શ્યામ ના રુઠે ભોલે ના તારી પ્રીત
રાધા હો...રાધા,રાધા હો..
હો હો શ્યામ
રાધા હો...,રાધા હો..
હો હો શ્યામ
હો શ્યામ
હો શ્યામ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ