મળવા આવજે એકવાર



ગીત: મળવા આવજે એકવાર
ફિલ્મ: પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય

હો નદી કિનારે જોવું એ વાટલડી
એ મને મળવા વેલી આવ (૨)
ઓ રાધા...એ મને આવે તારી યાદ
ઓ ઢોલા ઓ ઢોલા ઓ ઢોલા

એ હે મને મળવા આવજે એકવાર (૨)
રાધલડી (૨) તારા રે વિના મને ગમતું નથી
ઓ રાધા તારા રે વિના મને ગમતું નથી
એ હું તો દોડી આવું તારી પાસ (૨)
નાહુલિયા (૨) તારા રે વિના મને ગમતું નથી
ઓ ઢોલા તારા રે વિના મને ગમતું નથી

ઓ ઢોલા
હું એ અજાણ્યો તું એ અજાણી પળમાં થઈ ઓળખાણ હો
પહેલી નજરમાં પ્રીતે બંધાણી પ્રેમ ના વાગ્યા બાણ હો
પ્રેમની આગ ગોરી પ્રેમથી બુજાય દૂર કેમ જાય છે આવ ઓરી આવ
ના ના,
હા હા
રાધલડી તારા રે વિના મને ગમતું નથી
ઓ રાધા તારા રે વિના મને ગમતું નથી
એ હું તો દોડી આવું તારી પાસ (૨)
નાહુલિયા (૨) તારા રે વિના મને ગમતું નથી
ઓ ઢોલા તારા રે વિના મને ગમતું નથી

ઓ ઢોલા
ઓ સાજણ, સાજણ
ઓ હો સાયબા રે
મારા રુદિયામાં તું છે સમાણી ઓ ગોરી સદીઓથી પ્રીતડી પુરાણી
ઓ હો સાયબા રે
મારા સમણામાં આવી સતાવે હો મને ભર રે નીંદરથી જગાડે
પ્રેમનો રોગ છે રોગ મટેના જન્મો ની પ્રીતડી તૂટે કદી ના
ઢો...લાલ
હા રે હા
રાધલડી તારા રે વિના મને ગમતું નથી
ઓ રાધા તારા રે વિના મને ગમતું નથી
એ હું તો દોડી આવું તારી પાસ (૨)
નાહુલિયા (૨) તારા રે વિના મને ગમતું નથી
ઓ ઢોલા તારા રે વિના મને ગમતું નથી
એ હે મને મળવા આવજે એકવાર (૨)
રાધલડી (૨) તારા રે વિના મને ગમતું નથી
ઓ ઢોલા તારા રે વિના મને ગમતું નથી
ઓ રાધા તારા રે વિના મને ગમતું નથી
ઓ ઢોલા તારા રે વિના મને ગમતું નથી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ