કોમ્પિટિશન સોંગ



ગીત: કોમ્પિટિશન સોંગ
ફિલ્મ: પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય

જોડે રેજો રાજ (૨)
હે જોડે રેજો રાજ જોડે રેજો રાજ (૨)
હે ભલે સૂરજ ઉગે કે ના ઉગે
ભલે સાંજ ઢળે કે ના ઢળે તમે જોડે રેજો રાજ
હે જોડે રેજો રાજ જોડે રેજો રાજ

ફતેહપુર ગામનો ઠાકોર રે એવું વિક્રમ મારું નામ (૩)
હે મારા ભાઈબંધો તમને રંગે રમાડુ આજ (૨)

સાજણ તારા હો સંભારણા (૨)
હે નહિ રે ભૂલાય નહિ નહિ રે ભૂલાય (૨)
સાજણ તારા સંભારણા (૩)

સાથ જન્મો જનમનો ભુલાશે નહી
કોલ દીધેલા કોઈ દિ વિસરાસે નહીં
ઓ મારા તન મનમાં તું દિલની ધડકનમાં તું (૨)
સાથ જન્મો જનમનો ભુલાશે નહી
કોલ દીધેલા કોઈ દિ વિસરાસે નહીં (૨)

કે ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
તારું મુખડું મલકાય તારું જોબન છલકાય
મારા હૈયામાં કંઈ કંઈ થાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય (૨)
હે તારું મુખડું મલકાય હે તારું જોબન છલકાય (૨)
મારા હૈયામાં (૨) કંઈ કંઈ થાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય (૨)

એક રૂમાલિયો એક રૂમાલિયો લાલ રંગનો રૂમાલિયો (૨)
કોરસ: લાલ રંગનો રૂમાલિયો
હાય હાય મારી સાજણ નું નોમ લેજે રે,
લેજે રે લાલ રંગનો હાય હાય
કોરસ: લાલ રંગનો રૂમાલિયો
અલ્યા મારી સાજણ નું નોમ...લાલ રંગનો રૂમાલિયો
કોરસ: લાલ રંગનો રૂમાલિયો
હે લાલ રંગનો રૂમાલિયો
કોરસ: લાલ રંગનો રૂમાલિયો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ