પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાવું



ગીત: પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાવું
ફિલ્મ: પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય

પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાવું રે
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાવું રે (૨)
તૂટે દુનિયા ની રીત તોય તૂટે નહીં પ્રીત (૨)
પ્રીત્યુંની રીત નિભાવું રે
હો હો હો નિભાવું રે
પ્રેમ સાયબા તારો રુદિયામાં સાચવી રાખુ રે (૨)
મારુ દલડુ આ વારુ મારુ મનડુ આ વારુ  રે (૨)
પ્રીત્યુંની રીત નિભાવું રે
હો હો હો નિભાવું રે
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાવું રે

હું તારી તું મારા મનડાનો મોર (૨)
તુ છે સાજણ મારા ચિતડાનો ચોર
તું છે સાજણ મારા ચિતડાનો ચોર
હો હું છું તારો મોરલો તું છે મારી ઢેલડી
હો કે તો મેહુલિયો વરસાવું રે
હો હો હો વરસાવું રે
પ્રેમ સાયબા તારો રુદિયામાં સાચવી રાખુ રે (૨)

હો હૈયામાં હોઠો પર તારું છે નામ (૨)
હું તારી રાધડી ને તું મારો શ્યામ (૨)
હો મારા મનડા કેરી મેડીએ કોરાણી મારા કાળજે
હો ભવ ભવ નો સાથ ના છોડુ રે
હો હો હો ના છોડુ રે
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાવું રે
પ્રેમ સાયબા તારો રુદિયામાં સાચવી રાખુ રે

હો એક નહીં સાત નહીં સો સો જનમ (૨)
ભવ ભવનો સાથ હું તો માગુ સજન (૨)
હે હે સુરજ ઉગે ના ઉગે ચાંદો ઉગે ના ઉગે
હો પડછાયો થઈને પાછળ આવું રે
હો હો હો આવું રે
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાવું રે
પ્રેમ સાયબા તારો રુદિયામાં સાચવી રાખુ રે
હે તૂટે દુનિયા ની રીત તોય તૂટે નહીં પ્રીત (૨)
પ્રીત્યુંની રીત નિભાવું રે
હો હો હો નિભાવું રે
પ્રેમ સાયબા તારો રુદિયામાં સાચવી રાખુ રે
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાવું રે
પ્રેમ સાયબા તારો રુદિયામાં સાચવી રાખુ રે
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાવું રે


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ