કેમ ભૂલી ગયા પ્રીત મારી



ગીત: કેમ ભૂલી ગયા પ્રીત મારી
ફિલ્મ: પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય

કેમ ભૂલી ગયા પ્રીત મારી ઓ બેવફા (૨)
મારુ દલડુ તોડી સાથ મારો છોડી
નથી ભૂલ્યો તારી પ્રીતડી ઓરે સજન
હું નથી બેવફા હું નથી બેવફા
નથી ભૂલ્યો તારી પ્રીતડી ઓરે સજન

ભવભવના ઓ સાજણ બોલડીયે બંધાણા (૨)
પ્રીત્યુના દિવલડા શાને રે ઝંખવાણા
મારું હૈયું રડે મારી આંખ્યું બળે
કેમ ભૂલી ગયા પ્રીત મારી ઓ બેવફા
નથી ભૂલ્યો તારી પ્રીતડી ઓરે સજન

કિયા ગુનાના કારણે સપના રે લુટાણા (૨)
પ્રેમ નગર ના પંખીડા શાને રે વિંધાણા
શાને જુદા રે કીધા જીવથી અળગા રે કીધા
કેમ ભૂલી ગયા પ્રીત મારી ઓ બેવફા
નથી ભૂલ્યો તારી પ્રીતડી ઓરે સજન
હું નથી બેવફા હું નથી બેવફા
નથી ભૂલ્યો તારી પ્રીતડી ઓરે સજન


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ