મને લઇ હાલો ગુજરાત



ગીત: મને લઇ હાલો ગુજરાત

વણઝારા રે મને લઇ હાલો ગુજરાત
છેલ વણઝારા રે વણઝારા રે મને લઇ હાલો ગુજરાત (૨)
હો મીઠડા મુખ થી સાંભળી વાત ના નીંદર આવી આખી રાત (૨)
જટ લઈ જાઓ લેરીડા તમારી સંગાથ (૨)
છેલ વણજારણ રે વણજારણ રે તને લઈ હાલુ ગુજરાત (૨)
હો વેણ તમારા ના પાછા રે ઠેલીયે ના રે તમોને એકલા મેલીયે (૨)
પગ તણાવો પદમણી લઈ જાઉં સંગાથ (૨)
છેલ વણઝારા રે વણઝારા રે મને લઇ હાલો ગુજરાત

હો દાદા ની રે ડેલી એ વાતુ થાતી હતી સતની
વાતે વાતે રે વાત આવતી સોરઠની
હો સોરઠ ધરામાં ગઢ જુનો ગીરનાર છે
જ્યાં જ્યાં જુઓ ત્યાં દેવોના દ્વાર છે
જપતા જોગી જટાળા હરિને દિન રાત (૨)
છેલ વણઝારા રે વણઝારા રે મને લઇ હાલો ગુજરાત
તને લઈ હાલુ ગુજરાત

હા કાકા ના આંગણીયે અમે રમવાને જાતા
રોજે રોજ કાકા ગાથા સોમૈયા ની ગાતા
હા લુટવા લુંટારા જ્યારે આવ્યા તા દેવળને
વારે હાલ્યા રે વીરો મુછે દઈ વળને
વીર હમીરજી ચડ્યા તા સોમૈયા ની સખાત (૨)
છેલ વણઝારા રે વણઝારા રે મને લઇ હાલો ગુજરાત
હા મને લઇ હાલો ગુજરાત

હો મામા સા મોહાળે અમે મળવાને ગયા 'તા
મામાના મુખે નામ સંતોના લેવાતા
હો ભાવેણાના ગુણલા આખા જગમાં ગવાણા
રામ રામ રટતા બાપા બેઠા બગદાણા
એક પાથરણે સૌ જમતા ભૂલીને નાત જાત (૨)
છેલ વણઝારા રે વણઝારા રે મને લઇ હાલો ગુજરાત
તને લઈ હાલુ ગુજરાત

હો વિરોજીને ભોજાઈ સાનુ સાનુ રે બોલતા
બોલે બોલે રે યાદ માંગડાને કરતા
હા ધર્મ ધીંગાણે પ્રાણ દીધા એણે પલમાં
જાતા જાતા રે સ્વર્ગે સાંભરી રે પદમા
પ્રેત થઈને એ પરણ્યો પદમાની સંગાથ (૨)
છેલ વણઝારા રે વણઝારા રે મારા મનડા ને ગમ્યું ગુજરાત
છેલ વણજારા રે વણજારા રે મને વાલુ વાલુ લાગ્યુ ગુજરાત
હા મારા મનડા ને ગમ્યું ગુજરાત
હા મને વાલુ વાલુ લાગ્યુ ગુજરાત

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ