આવજે મળવા એકલી



ગીત: આવજે મળવા એકલી

પ્રેમની વાતો પ્રેમથી કેવી
દિલની વાતો દિલથી કેવી (૨)
આવજે મળવા એકલી
હું બોલું મને બોલવા દેજે
કાળજે વાગ્યા કહેવા દેજે 
સાંભળજે તું એકલી
આવજે મળવા એકલી
હે મારા પ્રેમની વાતો પ્રેમથી કેવી
દિલની વાતો દિલથી કેવી
આવજે મળવા એકલી
આવજે મળવા એકલી

હો તું કહેતી તું સાયબો મારો તું ચુડી તું ચાંદલો
હું ધળકતી ઢેલ વાલીડા તું માણીગર મોરલો (૨)
મારો તું માણીગર મોરલો
આજ તે કીધેલા કહેવા દેજે
હું બોલું મને બોલવા દેજે
સાંભળજે તું એકલી
હે મારે પ્રેમની વાતો પ્રેમથી કેવી
દિલની વાતો દિલથી કેવી
આવજે મળવા એકલી
હે આવજે મળવા એકલી

હો તું કહેતી ના મન મુંજાતો હૈયે હિંમત આપતી
તું ભૂલી ગઈ પ્રીતડી મારી યાદ મને બહુ આવતી (૨)
તારી યાદ મને બહુ આવતી
મારો રુદિયો રોવે રોવા દેજે
હું બોલું મને બોલવા દેજે
સાંભળજે તું એકલી
હે મારે પ્રેમની વાતો પ્રેમથી કેવી
દિલની વાતો દિલથી કેવી
આવજે મળવા એકલી
હે આવજે મળવા એકલી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ