સજની હો મોરી સજની




ગીત: સજની હો મોરી સજની
ફિલ્મ: મેંતો ઓઢી ચુંદલડી તારા નામની

સજની હો મોરી સજની
ઢોલા રે હો ઢોલના

ઢોલા મારવા હો ઓ હો
ઢોલા મારવા હો ઓ.. તારી વાંકડયાળી
એ તારી વાંકડયાળી હો તારી વાંંકડયાળી પાઘડીએ મન મોહ્યા માણારાજ
હો રાધા હો રાધા
ઓ રાધા ઓ રાધા ઘેલી રાધા ઓ રાધા
તારી કામણગારી હે તારી કામણગારી
એ તારી કામણગારી આંખડીએ મન મોહ્યા માણારાજ

તું છે જુવાનીયોને હું છું જુવાનડી (૨)
માંગી લે હાથ ઢોલા બાંધી લે પ્રીતડી
હો ઢોલા બાંધી લે પ્રીતડી
હો ઢોલા સાચી રે પ્રીતડી
હો રાધા હો રાધા (૨)
તારી પ્રેમ ભરેલી હે તારી પ્રેમ ભરેલી
હો તારી પ્રેમ ભરેલી વાતડીએ મન મોહ્યા માણારાજ
ઢોલા મારવા હો ઓ.. તારી વાંકડયાળી
એ તારી વાંકડયાળી હો તારી વાંંકડયાળી પાઘડીએ મન મોહ્યા માણારાજ
સજની રે હો મારી સજની
ઢોલા રે હો ઢોલના

ક્યો તો ગોરી શિતલ કેરી ચુંદલડી મંગાવી દઉં (૨)
હૈયા કેરા હેતે તારા અંગે રે ઓઢાડી દઉં
રાજા બનું હું મારી રાણી થઈ જા
પ્રેમની અમર કહાની થઈ જા
હો ઢોલા છેટો તું જા
હો ઢોલા જારે તું જા
હો રાધા હો રાધા (૨)
તારી રૂપ નીતરતી એ તારી રૂપ નિતરતી
હો તારી રૂપ નીતરતી કાયા એ મન મોહ્યા માણારાજ
ઢોલા મારવા હો ઓ હો
ઢોલા મારવા હો ઓ તારી પાઘલડી ના
એ તારી પાઘલડી ના હો તારી પાઘડીના સોગલીયે મન મોહ્યા માણારાજ
ઓ રાધા ઓ રાધા ઘેલી રાધા ઓ રાધા
તારી કામણગારી હે તારી કામણગારી
એ તારી કામણગારી આંખડીએ મન મોહ્યા માણારાજ
સાથી રે હો સાથી રે
સાથી રે હો સાથી રે
સાથી રે
સાથી રે
સાથી રે
સાથી રે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ