આંખલડી રુવે ને

 

ગીત: આંખલડી રુવે ને
ફિલ્મ: મેંતો ઓઢી ચુંદલડી તારા નામની

આંખલડી રુવે ને મારું રુદિયુ બળે
ભવો ભવના કોલ ભેરુ દીધા તમે
કેમ રે વિસાણા પ્રીત્યું ક્યો ને જરી
હાયે ક્યો ને જરી
નથી રે ભૂલ્યા અમે નથી રે વિસર્યા
કરમે લખાણા એવા લેખ આપણા
કેમ રે વિસાણા
તમે ઉભા રયો ઘડી
હાયે ઉભા રયો ઘડી

તમે રે જીત્યા ને અમે હાર્યા ગોરી હાર્યા જો (૨)
પ્રિત્યુ ના સાગર માં એવા અટવાણા જો
કરમે લુંટાણા અમે દલડે ઘવાણા જો (૨)
માંગ્યા અમી ને અમને ઝેર મળ્યા
કાંઠે બેસી ને અમે એટલું રડ્યાં
કેમ રે વિસાણા તમે ઉભા રયો ઘડી
હાયે ઉભા રયો ઘડી

તારા રે ભરોસો મેંતો (૨) બાંધી પ્રીતડી
કોડ રે હતા કે તારી ઓઢું ચુંદડી
રૂદિયા ની રાણી બોલે રે બંધાણી
રોઈ રોઈને મારી ચુંદડી ભીંજાણી (૨)
મહેંદી મૂકી વાઈટુ જોતા અમે
ભવો ભવના કોલ ભેરુ દીધા તમે
કેમ રે વિસાણા પ્રીત્યું ક્યો ને જરી
હાયે ક્યો ને જરી
નથી રે ભૂલ્યા અમે નથી રે વિસર્યા
કરમે લખાણા એવા લેખ આપણા
કેમ રે વિસાણા તમે ઉભા રયો ઘડી
હાયે ઉભા રયો ઘડી
ઉભા રયો ઘડી (૪)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ