જીજાજી ઓ મારા જીજાજી




ગીત: જીજાજી ઓ મારા જીજાજી
ફિલ્મ: મેંતો ઓઢી ચુંદલડી તારા નામની

જીજાજી જીજાજી ઓ મારા જીજાજી
કોરસ: જીજાજી જીજાજી ઓ મારા જીજાજી
પરણીને બેની મારા સાસરીયે નહીં જાય
પરણીને દીદી મારા સાસરીયે નહીં જાય
જીજાજી જીજાજી ઓ મારા જીજાજી
કોરસ: જીજાજી જીજાજી ઓ મારા જીજાજી
હા ઘરવાળી નહીં આવે તો સાળી ને લઈ જાશું રે (૨)
ઘરવાળી થી ઝાઝા તમને હેત થી સાચવશું રે
સાળી પણ અડધી ઘરવાળી કહેવાય
સાલી ભી આધી ઘરવાલી કહેવાય
ઓ મારા સાળી જી અડધા ઘર વાળી જી
જીજાજી જીજાજી ઓ મારા જીજાજી

દીદી છે ફેશનવાળા ફેશનમાં ફરશે હા
મીડી ને મેક્સી પહેરી સાસરીયે માલશે હા
લાલી પાવડરના ખર્ચા તમને નહિ પહોંચાય હા (૨)
જીજાજી જીજાજી ઓ મારા જીજાજી
કોરસ: જીજાજી જીજાજી ઓ મારા જીજાજી
પાવડર નહીં મળે તો ઘઉંનો લોટ લાવી દેશું રે હા (૨)
લાલી કરવા હોઠે રાતી રમતી મંગાવિશું રે
મેક્સી મીડીમાં જાજુ કાપડ નય વપરાય (૨)
ઓ મારા સાળી જી ફેશન ઘેલા સાળી જી
કોરસ: જીજાજી જીજાજી ઓ મારા જીજાજી

મનની મેડીમાં તમને ઉતારા આપશું
પન્ડ પાથરણા કરી તમને બેસાડશું
સુખમાને દુઃખમાં સંગે રહેશું રે સદા (૨)
ઓ મારા સાજણજી ભવ ભવ ના ભેરુ સાજણજી
કોરસ: જીજાજી જીજાજી ઓ મારા જીજાજી
ઓહો પાણી રે માગો તો તમને દૂધ લાવી દેશું રે (૨)
રાખી લ્યો ભરોસો તમને કોઈ દી ના દુભાવશું રે
પકડ્યો છે હાથ કોઈ જન્મે નહીં છોડાય (૨)
ઓ મારા સજનીજી આંગણીએ વહેલા આવોજી (૨)
ફૂલોથી નાજુક મારા નણદલ ને જાણજો
ભૂલ જો કરે તો જા જા હેતે સમજાવજો
સુના થશે આ આંગણા ઓ રહેશે આ દિલમાં તારા સંભારણા
દુનિયાની આ કેવી છે રીત કેમ રે ભુલાસે મમ્મી દાદી ના હેત
ઓ રાખડીના તાંતણે બાંધી સાચી પ્રીત (૨)
ઓ મારા બેની બા મારા લાડકવાયા બેની બા
કોરસ: જીજાજી જીજાજી ઓ મારા જીજાજી



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ