ભુલવા માગું છું તમને




ગીત: ભુલવા માગું છું તમને
ફિલ્મ: મેંતો ઓઢી ચુંદલડી તારા નામની

કોરસ: ભૂલવા માંગુ ભુલવા માંગુ
કોરસ: ભુલવા માગું છું તમને પણ ભૂલી શકતો નથી (૨)
પ્રેમના બંધન બાંધ્યા એવા...ઓ ખુદા
કોરસ: ભૂલવા માંગુ ભુલવા માંગુ
પ્રેમના બંધન બાંધ્યા એવા હું તોડી શકતો નથી
કોરસ: ભુલવા માગું છું તમને પણ ભૂલી શકતો નથી (૨)

જા રે જા પારેવડા જા સાજન ને દેશ (૩)
સાજણ ને જઈને મારો દેજે રે સંદેશ (૨)
રહરહ રુવે મારી આંખડી
મારી થરથર કંપે પાંખ
મને એક પળ લાગે જુગ જેવડી
અરે રે મારો આખો જન્મારો કેમ જાય
મારો આખો જન્મારો કેમ જાય
જીવવું કોના સહારે કેજો રે મને
કોરસ: ભુલવા માગું છું તમને પણ ભૂલી શકતો નથી (૨)
પ્રેમના બંધન બાંધ્યા એવા...ઓ ખુદા
કોરસ: ભૂલવા માંગુ ભુલવા માંગુ
પ્રેમના બંધન બાંધ્યા એવા હું તોડી શકતો નથી
કોરસ: ભુલવા માગું છું તમને પણ ભૂલી શકતો નથી (૨)

પૂછું તુજને ઓ ખુદા કેવી આ સજા (૩)
દિલને તડપાવી તને મળશે શું મજા (૨)
દુનિયા લુંટાણી મારી પ્રેમમાં
મારુ જીવતર થયું ઝેર
મેતો બાંધી પ્રીત્યુ આખા જગતથી
કોણે બાંધ્યા મુજથી વેર
કોણે બાંધ્યા મુજથી વેર
ઝેરના કટોરા કોણે દીધા અમને
કોરસ: ભુલવા માગું છું તમને પણ ભૂલી શકતો નથી (૨)
પ્રેમના બંધન બાંધ્યા એવા...ઓ ખુદા
કોરસ: ભૂલવા માંગુ ભુલવા માંગુ
પ્રેમના બંધન બાંધ્યા એવા હું તોડી શકતો નથી
કોરસ: ભુલવા માગું છું તમને પણ ભૂલી શકતો નથી (૮)


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ