મેંતો ઓઢી ચુંદલડી તારા નામની




ગીત: મેંતો ઓઢી ચુંદલડી તારા નામની
ફિલ્મ: મેંતો ઓઢી ચુંદલડી તારા નામની

મોત રે આવે તો મોતને મનાવી લઉં
તારી તે પ્રીત કાજે દુનિયા ઝુકાવી દઉં
 હે રાધા હે રાધા હે રાધા

હો મેં તો ઓઢી ચુંદલડી તારા નામની (૨)
મારા સાયબા
હો મારા સાયબા મોંઘા રે મુલની (૨)
હો નહિ એક રે જનમની નહીં સાત રે જનમની
પ્રીત બાંધી છે જન્મો જનમની
હો હેતે ઓઢો ચુંદલડી મારા નામની (૨)
મારી સાજણા
હો મારી સાજણા મોંઘા રે મુલની (૨)
હો મેં તો ઓઢી ચુંદલડી તારા નામની (૨)
મારા સાયબા મોંઘા રે મુલની (૨) હો

પ્રીત્યુના જાણું રીત્યુ ના જાણું
જાણું તો જાણું તને મારો હું જાણું (૨)
મનના મંદિરમાં મૂરત મુકાવી
પૂજા કરું હું તારો થઈને પૂજારી (૨)
ના રે ના રે ના રે ના બોલો (૨)
દિલ ધડકે હો સાયબા
હો દિલની ધડકનમાં ધડકે પ્રીત આપણી (૨)
મારી સાજણા
હો મારી સાજણા મોંઘા રે મુલ ની (૨)
હો મેં તો ઓઢી ચુંદલડી તારા નામની (૨)
મારા સાયબા મોંઘા રે મુલની (૨) હો

વચનોના માંગુ કસમોના માંગુ
માંગુ તો માંગુ તારો સથવારો માંગુ (૨)
તું મારો શ્યામ હું મીરા દીવાની
થઈને પુંજારણ તારા ચરણે રહેવાની
ના રે ના રે ના રે ના ચરણોમાં (૨)
દિલમાં રહેજો હો સાજણા
હો દિલમાં મહેકે સદાયે પ્રીત આપણી (૨)
મારા સાયબા
હો મારા સાયબા મોંઘા રે મુલની (૨)
હો હેતે ઓઢો ચુંદલડી મારા નામની (૨)
મારી સાજણા
હો મારી સાજણા મોંઘા રે મુલની (૨)
હો મારી સાજણા મોંઘા રે મુલની (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ