કદી આંખોથી અળગી



ગીત: કદી આંખોથી અળગી
ફિલ્મ: મેં તો ઓઢી ચુંદડી તારા નામની

સાથી રે સાથી રે
સાથી રે હો સાથી રે
કદી આંખોથી અળગી ના મેલુ તને હો
સાથી રે હો સાથી રે 
કદી આંખોથી અળગી ના મેલુ તને હો મારા હૈયાના ઝૂલે ઝુલાવું તને હો
જો રડે તો રડીને હસાવું તને
જો રૂઠે તો હસીને મનાવું તને
સાથી રે હો સાથી રે
સાથી રે સાથી રે

દિવસ ઉગે આંખ મારી ખુલે તારી યાદમાં
સાથી રે હો સાથી રે
દિવસ ઉગે આંખ મારી ખુલે તારી યાદમાં
સાંજ ઢળે નીંદર બની આવે મારી આંખમાં
હૈયામાં હેત ખૂટે ના
જન્મોનો સાથ છૂટે ના
હર જન્મમાં સાથી હું બનાવું તને
જીવ જાયે ભલે ના ભૂલાવુ તને
સાથી રે હો સાથી રે

કરુ ના વિચાર ઘડી કરું ના વિચાર
દોડી આવું તારો સાંભળી પોકાર
સાથી રે હો સાથી રે
હો કરુ ના વિચાર ઘડી કરું ના વિચાર
દોડી આવું તારો સાંભળી પોકાર
કોઈ દુઃખના જીવનમાં સતાવે તને
મોત આવે તો કહી દઉં કે આવે મને
હર જન્મમાં હું સાથી બનાવું તને
જીવ જાય ભલે ના ભૂલાવું તને
સાથી રે સાથી રે
સાથી રે હો સાથી રે
સાથી રે સાથી રે
સાથી રે હો સાથી રે
સાથી રે સાથી રે
સાથી રે હો સાથી રે
કોરસ: સાથી રે હો સાથી રે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ