હાથ ની લકીર ને





ગીત: હાથ ની લકીર ને
ફિલ્મ: પ્રેમ રંગ

હાથ ની લકીર ને ફુટી તકદિર ને
કોસી કોસી કહું રે વિધાતા
કેમ લૂંટી રે ભોળી મારી પ્રીત ને
સાચા પ્રેમ રંગને સુવાળા રે સંગ ને
ઊંચ નીચ કેરા ખેલ રે વિધાતા
જુઠા ત્રાજવે રે તોડી મારી પ્રીત ને

નથી રે હિર નો નથી રે સુતર નો
ધાગો રે બાંધ્યો હતો સાત રે વચન નો (૨)
સુકી રે સિહાઈ હતી વાંક શું કલામ નો
કાગળ કોરો રહી ગયો મારા પ્રેમનો
આંખની ભીનાશને ઉરના તોફાન ને
રોઈ રોઈ કહુ રે વિધાતા
આવી આકરી બનાવી કોણે રીતને

લાગી તુજની લગન લગન લગન (૭)
ના મંદિર માં ના મસ્જિદ માં ઝાલર શંખ વગાડું
મને પ્રેમ રંગ છે લાગ્યો હું તો દિલના તાર વગાડું
જાગી જા ઓ સાજણા (૨)
મને લાગી તુજની લગન (૨)
લાગી લાગી તુજની લગન લગન લગન (૪)
ના મંદિર માં ના મસ્જિદ માં ઝાલર શંખ વગાડું
મને પ્રેમ રંગ છે લાગ્યો હું તો દિલના તાર વગાડું
તને સાદ કરું તને યાદ કરું ઓ સાજણા
તને યાદ કરું તને સાદ કરું ઓ સાજણા
મને લાગી તુજની લગન (૨)
લાગી લાગી તુજની લગન લગન લગન (૪)

વસંત છે પ્રેમ રંગ 
કસમ છે પ્રેમ રંગ
અમૃત છે પ્રેમ રંગ
ઝહેર છે પ્રેમ રંગ

જગત છે પ્રેમ રંગ
અલગ છે પ્રેમ રંગ
દુઆ છે પ્રેમ રંગ
ખુદા છે પ્રેમ રંગ


હીરા છે પ્રેમ રંગ
મીરા છે પ્રેમ રંગ
રાધા છે પ્રેમ રંગ
સખા છે પ્રેમ રંગ

પૂજા છે પ્રેમ રંગ
ધ્વજા છે પ્રેમ રંગ
માનવ છે પ્રેમ રંગ
દાનવ છે પ્રેમ રંગ
કોરસ: પ્રેમ રંગ (૨)

રંગોમાં સૌથી ઊંચો એક જ રંગ
કોરસ: પ્રેમ રંગ (૩)
અંગને અડ્યો છે આ એક જ રંગ
કોરસ: પ્રેમ રંગ (૩)
જીતશું જીવતર નો જંગ
કોરસ: પ્રેમ રંગ (૩)
આપણા જીવતરનો રંગ
કોરસ: પ્રેમ રંગ (૩)

મંગલમ્ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ: મંગલમ્ કુંડલી કાક્ષુ મંગલાય તનુ હરિ (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ