પુરણ પોળી જેવા



ગીત: પુરણ પોળી જેવા
ફિલ્મ: પ્રેમ રંગ

પુરણ પોળી જેવા ચંદા મામા
મારા વાલા વાલા ચંદા મામા
માને આજે રીસ ચડી છે મા થઈ ગઈ છે બાળ
મારી તમે લો સંભાળ ઓ મામા (૪)
ચંદા મામા

નીંદર ને કહી દો આજ માડીને કહિ આવે
ખાલી પેટે પડખા ફરવા આપણને તો ફાવે (૨)
અંતર એનું જોને ગાતું હાલરડા હેતાળ
મારી તમે લો સંભાળ ઓ મામા (૨)
ચંદા મામા
મારી તમે લો સંભાળ ઓ મામા (૨)
ચંદા મામા

જીવ બળેને સળગે ચૂલો તોય અમે ના કહેશું
ખાલી પેટે પાણી પીને ફળીએ રમતા રહીશું (૨)
કહી દો એને હવે ના પીરસે એ મમતા કેળો થાળ
મારી તમે લો સંભાળ ઓ મામા (૪)
ચંદા મામા મા...

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ