પરીઓના દેશથી આવી



ગીત: પરીઓના દેશથી આવી
ફિલ્મ: પ્રેમ રંગ

પરીઓના દેશથી આવી
આખોમાં સપના લાવી (૨)
જાણે પરીઓની મહારાણી રે (૨) હો
નાજુક સી ગુડિયા જાદુની પૂડીયા (૨)
લાગે તું સૌને વાલી
જાણે પરીઓની મહારાણી રે (૨) હો

ચહેરો છે લાલ ગુલાબી જાણે સૂરજની લાલી
બોલી મીઠ્ઠી મધુરી જાણે કોયલડી ટહુકી (૨)
ઝરણા જેવી ચાલ તારા રેશમ જેવા વાળ
હરણીને શરમાવે છે આંખો તારી કમાલ
ખુશીઓનો ખજાનો થઈને તું આવી (૨)
યોવનની પાંખો પહેરી
જાણે પરીઓની મહારાણી રે (૨) હો

સાત સુરોની સરગમ તારા હોઠો પર રમતી
તારા રૂપના અજવાળે રોશન છે ચાંદની (૨)
તારા પગલે પગલે મહેકે બાગના ફુલો
વસંત ની લહેરીઓ ઝુલાવે તુજને ઝુલો
દુવાઓ દઈએ રહે વરસતી (૨)
તારા પર હેત ની હેલી
જાણે પરીઓની મહારાણી રે (૨) હો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ