ખુલ્લી છે આંખો



ગીત: ખુલ્લી છે આંખો
ફિલ્મ: પ્રેમ રંગ

લલલલ લા, લા લા લલલલ લા
ખુલ્લી છે આંખો કે આંખે સપના છે
સમણા ની દુનિયા કે દુનિયા જ આ છે

ખુલ્લી છે આંખો કે આંખે સપના છે
સમણા ની દુનિયા કે દુનિયા જ આ છે (૨)
જાવું પર્વતની ટોચે ઉડુ વાદળના ખોળે
ખળખળતા ઝરણા સંગાથે
રમુ ધરતીના ખોળે જૂમુ હું જાકળ ઓથે
લહેરો પર આજે હું નાવડી ની પેઠે

સૂરજની ટીલડી ને માથે સજાવી
પહેરી લવ ઝરણાની પાયલ આ પ્યારી (૨)
ઓઢીને હરિયાળી આ ચુંદડી ન્યારી
મહેક થી ભરી લઉ જીવતરની ક્યારી
જાગી નવી આશા છે ફૂટી નવી ભાષા છે
ટહુકામાં ગીતો સંભળાય છે
આ તો કેવી હવા છે રોમ મારા ખીલ્યા છે
દીવાની હું છું કે દુનિયા જ આ છે

ઝરમરતા પાણી કહે છે કહાણી
એક વાદળ એક વીજળી ને મોસમ તુફાની (૨)
દીઠી ના કોઈ દી આ વર્ષાની હેલી
મળતી મીઠી જાણે સૈયર સાહેલી
કેવી કુદરત રૂપાળી ફૂલોની સેજ સુવાળી
મહેલોના સુખથી પણ વાલી
આભ સતરંગી છે મુક્ત મન પંખી છે
કલરવ ની દુનિયા શું દુનિયા જ આ છે


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ