મન મોહના



ગીત: મન મોહના
ફિલ્મ: પ્રેમ રંગ

ઓ મન મોહના આજ શું થાય છે (૨)
મારા અંગે અંગમાં (૨) જોબન જાગી જાય છે
ઓહ મન મોહના (૪)
કોરસ: કેને અલી તને આવું કેમ શું થાય છે
કાપડાની કસ તારી કેમ છૂટી જાય છે
મંદ મંદ મહેકી કાયા કેમ હરખાય છે
અંગના મરોડ તારા કેમ શરમાય છે
કેમ સમજાવું તને આમ કેમ થાય છે (૨)
જોબનની અંગડાઈ (૨) બધું કહી જાય છે
ઓ મન મોહિની (૪)
કોરસ: હા હા છોરી ઓરે છોરી પ્રેમમાં ડુબતી જાય છે
પ્રેમના બંધનમાં તું તો દુનિયા ભૂલતી જાય છે
શ્વાસની આ ધડકન તારી ધુળમાં કેમ દેખાય છે
જોબનનો ખુમાર તારા હોઠો પર મહેકાય છે

પ્રેમમાં તરસે છે હોઠ આ મારા
તનમાં સળગે છે જોબનની જ્વાળા (૨)
ધક ધક ધડકે છે દિલ આ મારું
જેને ઝંખે છે જગ આ સારું
મારા શ્વાસમાં તારો વિશ્વાસ છે
શબ્દ આ પ્રેમનો સાચો ધબકાર છે
મારા અંગે અંગમાં (૨) જોબન જાગી જાય છે
ઓ મન મોહના (૨)
ઓ મન મોહિની


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ