વિક્રમ મારું નામ



ગીત : વિક્રમ મારું નામ
ફિલ્મ: રાધા તારા વિના મને ગમતું નથી

હું રે ભલો ભલું મારુ રે કામ (૨)
વિક્રમ નામ દિયોદર મારુ ગામ
એ મનમોજી મતવાલો રંગીલો રિક્ષાવાળો
કોરસ: મનમોજી મતવાલો રંગીલો રિક્ષાવાળો
હું રે ભલો ભલું મારુ રે કામ
વિક્રમ નામ દિયોદર મારુ ગામ
મનમોજી મતવાલો રંગીલો રિક્ષાવાળો
કોરસ: મનમોજી મતવાલો રંગીલો રિક્ષાવાળો

હક કાજે આખી દુનિયા થી લડી લઈએ (૨)
કોરસ: હક કાજે આખી દુનિયા થી લડી લઈએ
ફોગટની એક ફૂટી કોડી ના જોઈએ
કોરસ: ફોગટની એક ફૂટી કોડી ના જોઈએ
હો દિન દુખિયાનો થઈને સહારો (૨)
કુદરતી થી ડરનારો રંગીલો રિક્ષાવાળો
કોરસ: મનમોજી મતવાલો રંગીલો રિક્ષાવાળો
હું રે ભલો ભલું મારુ રે કામ
વિક્રમ નામ દિયોદર મારુ ગામ
મનમોજી મતવાલો રંગીલો રિક્ષાવાળો
કોરસ: મનમોજી મતવાલો રંગીલો રિક્ષાવાળો

દિલનો હું રાજા પ્રેમનો પુજારી (૨)
કોરસ: દિલનો તું રાજા પ્રેમનો પુજારી
મૂર્તિ વિના આ મંદિર છે ખાલી
કોરસ: મૂર્તિ વિના આ મંદિર છે ખાલી
કોણ હશે મારા સપનાની રાણી
ક્યાં મળશે મારા રુદિયાની રાણી

હે સપના ઘણા છે મારી આંખમાં
અને હું તો માંગુ સાજણ નો સાથ
હે પણ ક્યારે મળશે મારી રાધડી
અરે રે હું તો જોવું એની વાટ
કોરસ: પ્રીત ના ગીત ગાનારો રંગીલો રિક્ષાવાળો
કોરસ: હર દિલમાં વસનારો રંગીલો રિક્ષાવાળો
હું રે ભલો ભલું મારુ રે કામ
વિક્રમ નામ દિયોદર મારુ ગામ
મનમોજી મતવાલો રંગીલો રિક્ષાવાળો
કોરસ: મનમોજી મતવાલો રંગીલો રિક્ષાવાળો
હા મનમોજી મતવાલો રંગીલો રિક્ષાવાળો
કોરસ: પ્રીત ના ગીત ગાનારો રંગીલો રિક્ષાવાળો (૫)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ