રાધા તારા વિના મને ગમતું નથી




ગીત: રાધા તારા વિના મને ગમતું નથી
ફિલ્મ: રાધા તારા વિના મને ગમતું નથી

ઓ રા....ધા (૪)
જળ વિના તડપે માછલી મેઘ વિના તડપે મોર
રાધા વિના હું તડપુ જેમ ચંદ્ર વિના ચકોર
જેમ ચંદ્ર વિના ચકોર

રાધા તુજને પોકારે મારી પ્રીત (૨) હો
સાદ કરે મારા ગીત (૨) હો
રાધા તારા વિના મને ગમતું નથી (૨)
ઓ રા....ધા (૪)
ઓ સાજણ તુજને પોકારે મારી પ્રીત (૨)
સાદ કરે મારા ગીત (૨) હો
સાયબા તારા વિના મને ગમતું નથી (૨)
ઓ રા..ધા ઓ સાયબા (૨)

મન ના મંદિર માં મૂરત છે તારી (૨) ઓ
દિલના દર્પણ માં તસવીર તારી
જન્મોની પ્રીત છે તારી ને મારી (૨)
ના બંધન તૂટે
હા રે હા
ના સાથ છૂટે
હા રે હા
રાધા તારા વિના મને ગમતું નથી (૨)
ઓ રા..ધા ઓ સાયબા (૨)

તારા વિના ના રહેવાય (૨)
હો લઈ લે નિશાની તું મારા આ પ્રેમની (૨)
જોજે આ પ્રીત ના ભુલાય
સાયબા જોજે આ પ્રીત ના ભુલાય
હો લઈ લે નિશાની તું મારા આ નામની (૨)
દીધા મે કોલ
હા રે હા
જોજે તૂટે ના બોલ
હા રે હા
રાધા તારા વિના મને ગમતું નથી (૨)
ઓ રા..ધા ઓ સાયબા (૨)

પ્રેમની ગાથા ગાશે દુનિયા આ સારી (૨) હો
તું મારો શ્યામ છે ને રાધા હું તારી
અર્પણ તને જિંદગાની આ મારી (૨)
ભેળાં રહીશું સનમ
હા રે હા
સંગ જનમો જનમ
હા રે હા
રાધા તારા વિના મને ગમતું નથી (૨)
ઓ રા..ધા ઓ સાયબા (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ