ઓ મારા ઠાકોર



ગીત: ઓ મારા ઠાકોર
ફિલ્મ: રાધા તારા વિના મને ગમતું નથી

વિક્રમ આઇ લવ યુ આઇ લવ યુ
હા ઓ મારા ઠાકોર મારા ચિતડા કેરા ચોર (૩)
હો બાંધી લેને સાજણ મુજ સંગ પ્રીત્યું કેરી દોર
તું ગોરી અણમોલ હું ના આવું તારી તોલ (૩)
ઓ કેમ કરીને બાંધું તુજ સંગ પ્રીત્યું કરી દોર
હા હા ઓ મારા ઠાકોર મારા ચિતડા કેરા ચોર
ઓ ગોરી અણમોલ હું ના આવું તારી તોલ

નહોતી ખબર આ દિલને કે કોઈ અચાનક આમ મળી જશે
અને એની એક મીઠી નજરથી હૈયાના તાર જણ જણી જશે
હજી હમણાં તો કોળી સ્લેટ હતું આ દિલ મારુ
ખબર ના હતી કે કોઈનું નામ એમાં કોરાઈ જશે

ના રે કહેવાય ના ના રે સહેવાય
લાજ શરમ ની બેડી નારે તોડાય (૨)
હો સાજણ મારા બોલી દયો ને પ્રીત્યુ ના બે બોલ
ઓ ગોરી અણમોલ હું ના આવું તારી તોલ તું ગોરી અણમોલ હું ના આવું તારી તોલ
ઓ કેમ કરીને બાંધું તુજ સંગ પ્રીત્યું કરી દોર
એ ઓ મારા ઠાકોર મારા ચિતડા કેરા ચોર
ઓ ગોરી અણમોલ હું ના આવું તારી તોલ 
આઇ લવ યુ આઇ લવ યુ

જોઈ હતી મેં તો સપનામાં જેને
અને ખોબે ખોબે પ્રેમ કર્યો તો એને
ભરોસો નથી આજ મારી આંખો પર મુજને (૨)
આજે આવી ઊભા છે એ નજરોની સામે
હા મારી નજરો ની સામે
હો હૈયામાં રાધા હોઠો પર રાધા
યાદોમાં રાધા શ્વાસે શ્વાસો માં રાધા (૨)
હો રાધા ઘેલો કાન હું તારો તું કાળજ ની કોર
ઓ ગોરી અણમોલ હું ના આવું તારી તોલ (૩)
હો બાંધી લેને સાજણ મુજ સંગ પ્રીત્યું કેરી દોર
હા ઓ ગોરી અણમોલ હું ના આવું તારી તોલ
હા ઓ મારા ઠાકોર મારા ચિતડા કેરા ચોર


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ