ગીત: રસિયા તારી રાધા રોકાણી રણમાં
ફિલ્મ: રસિયા તારી રાધા રોકાણી રણમાં
ચાંદલીયો ગમે સાવરીયો ગમે (૨)
કોને રે કહું કે મારા મનડે શું રમે (૨)
ગોરી રે ગમે ચકોરી રે ગમે (૨)
રુદિયાની રાણી મારા રુદીએ રે રમે (૨)
હે મારા મનડા ને મીત મળ્યો રણમાં
હો રાધા તારી મારી પ્રીત મારા પ્રાણમાં (૨)
હો રસિયા તારી રાધા રોકાણી રણમાં
હો રાધા મારા રુદીએ રંગાણી રણમાં
દલડે દોરાણું એક દિલ તારા નામનું
કાળજે કોરાણું તારું નામ મારા કામનું
હો રુદિયાને રટણ રાધા તારા રે નામનું
તારા વિના કોરૂ લાગે પાણી મારા પ્રેમનું
પાનું રે ગમે પણ સાનુ ના ગમે (૨)
કોને રે કહું કે મારા મનડે શું રમે
હો રુદિયાની રાણી મારા રુદીએ રે રમે
હો ખીલ્યો ખીલ્યો ચાંદ ગોરી પૂનમની રાતડી
કેવી તને આજ રાધા શાની એક વાતડી
હો વાટે ને વાટે સાજણ તરસે મારી આંખડી
તારી સંગ આજ મારે રમવી રૂડી રાતડી
રાતડી ગમે તારી વાતડી ગમે (૨)
રુદિયાની રાણી મારા રુદીએ રે રમે
કોને રે કહું કે મારા મનડે શું રમે
ગોરી રે ગમે ચકોરી રે ગમે (૨)
રુદિયાની રાણી મારા રુદીએ રે રમે
કોને રે કહું કે મારા મનડે શું રમે
હે રાધા તારી મારી પ્રીત મારા પ્રાણમાં
હે મારા મનડા ને મીત મળ્યો રણમાં (૨)
હો રાધા મારા રુદીએ રંગાણી રણમાં
હો રસિયા તારી રાધા રોકાણી રણમાં
હો રાધા મારા રુદીએ રંગાણી રણમાં
હો રસિયા તારી રાધા રોકાણી રણમાં

0 Comments