ભાભી આવ્યા ને



ગીત: ભાભી આવ્યા ને
ફિલ્મ: તોરણ બંધાવો રાજ

હે મારી વાલી ભાભલડી ની મીઠી જીભલડી (૨)
ભાભી આવ્યા ને થયું ધન્ય જીવન
સુનું આ ઘર થયું વનરાવન
એની મમતા ની મેખ છે એવી મીઠલડી
મહેકી ઉઠ્યું ઘર જાણે ઉપવન
ભાભી ની મુજને લાગી લગન
મારી વાલી ભાભલડી ની મીઠી જીભલડી
ભાભી આવ્યા ને થયું ધન્ય જીવન
સુનું આ ઘર થયું વનરાવન

અરે જુવો ને મારા મોંઘેરા ભાભી
આ છે આપણા માયાળુ દાદી
દાદી જોને અમારા શીતલ ની છાયડી (૨)
હે જેનું હૈયું હેત થી ભરેલું
વરસાવે એવો વ્હાલ રે મૈયર નય રે જાવું
કે મારું સાસરિયું છે રૂડું કે મૈયર નય રે જાવું (૨)
જુવો જુવો ને મારા મોંઘેરા ભાભી
આ છે આપણા માયાળુ દાદી
તેમના કહ્યા ભાભી હંમેશા કરજો (૨)
આશીષ રૂડા એમના રે લેજો (૨)
મારી વાલી ભાભલડી ની મીઠી જીભલડી
ભાભી આવ્યા ને થયું ધન્ય જીવન
સુનું આ ઘર થયું વનરાવન

અરે આ છે કાકાજી ભાભી  ઘરના રે મોભી
રાજા ની જેમ એતો રહ્યા છે શોભી
પહેલું ફૂલ (૨) જાણે મારા સસરાજી શોભતા (૨)
જાણે પેલું મોગરા નું ફૂલ
એની સુવાશે મહકે ઘર ઘર નો ઓરડો (૨)
ગંભીર ને સમાતું હે મારી વેણી માં ચાર ચાર ફૂલ
 અરે આ છે કાકાજી ભાભી  ઘરના રે મોભી
રાજા ની જેમ એતો રહ્યા છે શોભી
લાંબા તાણી ને ભાભી ઘૂમટે રે હાલજો(૨)
 એમની ઓ ભાભી તમે મર્યાદા રાખજો (૨)
એ મારી વાલી ભાભલડી ની મીઠી જીભલડી
ભાભી આવ્યા ને થયું ધન્ય જીવન
સુનું આ ઘર થયું વનરાવન

આ છે પીયુ તમારો શિવાજી રે ભોળો
બોલવા માં એતો સાવ રે મોળો
મારા પ્રીતમજી ની (૨) પ્રેમ થી સેવા રે કરીશ હું
આખું આ જીવતર એમના ચરણો માં ધરીશ હું
પૂજા રે કરીશ હું
મારા પ્રીતમજી ની...
અરે આ છે પીયુ તમારો શિવાજી રે ભોળો
બોલવા માં એતો સાવ રે મોળો
બહુ ઓછું રે ભાભી ઈતો રે બોલે (૨)
આવે ના ભાભી કોઈ એના રે તોલે (૨)
એ મારી વાલી ભાભલડી ની મીઠી જીભલડી
ભાભી આવ્યા ને થયું ધન્ય જીવન
સુનું સુનું  ઘર થયું વનરાવન

આ છે તમારો નાનો દિયરીયો
નાનો ખરો પણ વ્હાલ નો છે દરિયો
હે મારો દિયરીયો મીઠડો ને (૨)
ઈતો જાણે આકાશ નો તારલો જગ મગ જળ્ક્યા કરે રે
મારા દિયર ના મુખડા ની મારે આજે શું કરવી વાત રે
જગ મગ જળ્ક્યા કરે રે
આ છે તમારો નાનો દિયરીયો
નાનો ખરો પણ વ્હાલ નો છે દરિયો
પ્રેમ થી રે વોવ તમે એને પરણાવજો (૨)
રૂડી દેરાણી એવી લાડકડી લાવજો (૨)
મારી વળી ટે વોવ ની મીઠી જીભલડી
પગલા પડ્યા ને થયું આગણ પાવન
સુનું આ ઘર થયું વનરાવન
હે એની મમતા ની મેખ છે એવી મીઠલડી
મહેકી ઉઠ્યું ઘર જાણે ઉપવન
ભાભી ની મુજને લાગી લગન
વોવ આવી ને થયું ધન્ય જીવન
સુનું આ ઘર થયું વનરાવન
પગલા પડ્યા ને થયું આગણ પાવન
સુનું આ ઘર થયું વનરાવન


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ