મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર (title)



ગીત: મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર

ફિલ્મ: મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર


હે સોળ વરસ ની કાયા મારી જીણું જીણું ગાય રે

મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર (૨)

ગોરી તારી નમણી નમણી આંખો માં દેખાય રે

મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર

મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર


જોબન આંબો મોર્યો ને ઢેલડિયું લછકાય

હૈયા માંથી ધીમા ધીમા ભણકારા સંભળાય (૨)

જીવડો રે મારો રે હાલક ડોલક થાય

ગોરી તારા ઘૂંઘટડા માં મુખલડુ શરમાય (૨)

હે રાતે ના આવે નિંદરા ને શમણા માં દેખાય રે

મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર (૨)


સાજણ તારી પ્રીતડી ના એવા વાગ્યા તીર

જગ આખા માં વાલો લાગે સગી નણંદ નો વીર (૨)

ગોરી રે મોરી રે દલડે રાખો ધીર

નવરંગી રે ઓઢાડું રેશમ ના રે ચીર (૨)

હે સાયબા તારી વાત્યો માં કઈ મને ના સમજાય રે

મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર (૨)


મૈયર ના માંડવડે વાલા જાનું જોડી આવો

પ્રીત્યું નું પાનેતર મારા અંગે રે ઓઢાડો (૨)

ઘમ્મર ઘોડે આવું ગોરી પરણી ને લઇ જાવું

રુદિયા ની રાણી ને મારી મેડીએ લઇ જાવું (૨)

એ શરણાયું ના સુરે મારો આતમ જાગી જાય રે

મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર (૨)

ગોરી તારી નમણી નમણી આંખો માં દેખાય રે

મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર

મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ