મૈયર નો માંડવડો મેલી



ગીત: મૈયર નો માંડવડો મેલી

ફિલ્મ: મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર


મૈયર નો માંડવડો મેલી પ્રીત નું પાનેતર ઓઢી

ચાલી દીકરી સાસરીયા ની વાટ રે

મૈયર નો માંડવડો મેલી પ્રીત નું પાનેતર ઓઢી

ચાલી દીકરી સાસરીયા ની વાટ રે

કોરસ: ચાલી દીકરી સાસરીયા ની વાટ રે


ઘર ની ભીત્યું માં તારું બાળપણ બોલાવે રે

રમતી જે ઘર માં એ આંગણીયુ બોલાવે રે

બાળપણ ની રમતું મેલી સરખી રે સૈયરું ને મેલી

ચાલી દીકરી સાસરીયા ની વાટ રે

કોરસ: ચાલી દીકરી સાસરીયા ની વાટ રે


છુટા રે અંબોડે રમતી ઘૂંઘટડે ઘેરાણી રે

મીઠુંડી મેના રે મારી પિંજરે પુરાણી રે

દાદા નો આંબલિયો મેલી છોડી હાલી પિયર મેલી

ચાલી દીકરી સાસરીયા ની વાટ રે

કોરસ: ચાલી દીકરી સાસરીયા ની વાટ રે


માતા નો ખોળો રે દીકરી અળગો રે કીધો રે

સાસુ ની મમતા નો સાચો મારગડો તે લીધો રે

માડી ની માયા ને મેલી પોતાના ને અલગા ઠેલી

ચાલી દીકરી સાસરીયા ની વાટ રે

કોરસ: ચાલી દીકરી સાસરીયા ની વાટ રે

કોરસ: ચાલી દીકરી સાસરીયા ની વાટ રે

મૈયર નો માંડવડો મેલી પ્રીત નું પાનેતર ઓઢી

ચાલી દીકરી સાસરીયા ની વાટ રે

કોરસ: ચાલી દીકરી સાસરીયા ની વાટ રે


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ