કોયલડી થઇ હું


 

ગીત: કોયલડી થઇ હું

ફિલ્મ: મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર


હે કોયલડી થઇ હું બોલું રે સાજણ ના સંગ માં 

હે મોરલિયો થઇ હું ડોલું રે સાજણ ના સંગ માં

કોયલડી થઇ હું બોલું રે, બોલું રે હો  સાજણ ના સંગ માં

અરે મોરલિયો થઇ હું ડોલું રે, ડોલું રે  હો સાજણ ના સંગ મા

એ હળવે હળવે હાલું રે સાજણ ના સંગ માં

કોયલડી થઇ હું બોલું રે સાજણ ના સંગ માં


જોબન ને આંબલે બોલે કોયલડી કોને જઈ કહેવી શાની વાતલડી

હે જોબન ને આંબલે બોલે કોયલડી કોને જઈ કહેવી શાની વાતલડી

પ્રીત્યું વન માં વાગે વાંસલડી અજવાળી રૂડી આવી રાતલડી

હે પ્રીત્યું વન માં વાગે વાંસલડી અજવાળી રૂડી આવી રાતલડી

હે લટકે મટકે હાલું રે હો સાજણ ના સંગ માં

હો  મોરલિયો થઇ હું ડોલું રે સાજણ ના સંગ માં

હળવે હળવે હાલું રે સાજણ ના સંગ માં


એવી બંધની તારા બોલડિયે લાગ્યો રે રંગ મને તારી પાઘડીયે

એ એવી બંધની તારા બોલડિયે લાગ્યો રે રંગ મને તારી પાઘડીયે

જાનું લઇ આવું તારા માંડવડે જોબનીયું મલકે તારા ઘૂંઘટડે

એ જાનું લઇ આવું તારા માંડવડે જોબનીયું મલકે તારા ઘૂંઘટડે

લાજું કાઢી ને હૂતો હાલું રે, હાલું રે હો સાજણ ના સંગ માં

હે મોરલિયો થઇ હું ડોલું રે સાજણ ના સંગ માં

કોયલડી થઇ હું બોલું રે સાજણ ના સંગ માં

અરે મોરલિયો થઇ હું ડોલું રે, ડોલું રે  હો સાજણ ના સંગ મા

કોયલડી થઇ હું બોલું રે, બોલું રે હો  સાજણ ના સંગ માં

હા  મોરલિયો થઇ હું ડોલું રે સાજણ ના સંગ માં

હે કોયલડી થઇ હું બોલું રે સાજણ ના સંગ માં 


mp3 song

Post a Comment

0 Comments