ક્યાં થી લાવ્યા રે



 ગીત: ક્યાં થી લાવ્યા રે

ફિલ્મ: મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર


અલ્લક છાયો તલ્લક છાયો કચકડા ની બંગડી લાયો

ભાન વગર નો ભૂત આયો, આયો ક્યાંથી રે

એ ક્યાંથી લાવ્યા રે... (૨)

આ કચકડા ની બંગડી લઇ ને ક્યાંથી આવ્યા રે

કોરસ: અરે આ કચકડા ની બંગડી લઇ ને ક્યાંથી આવ્યા રે

હે અમે લાવ્યા રે...(૨)

આ તારી વાંઢી સાટું કચકડા ની બંગડી લાવ્યા રે

કોરસ: આ તારી વાંઢી સાટું કચકડા ની બંગડી લાવ્યા રે


અલ્લક છાયો તલ્લક છાયો ગાભા જેવી ચુંદડી લાયો

ભાન વગર નો ભૂત આયો, આયો ક્યાંથી રે

એ ક્યાંથી લાવ્યા રે... એ.. એ... (૨)

આ ગાભા જેવી ચુંદડી તમે ક્યાંથી લાવ્યા રે

કોરસ: અરે આ ગાભા જેવી ચુંદડી તમે ક્યાંથી લાવ્યા રે

એ અમે  લાવ્યા રે... એ.. એ... (૨)

આ તારી ડોબા જેવી છોડી સારું ચુંદડી લાવ્યા રે

કોરસ: આ તારી ડોબા જેવી છોડી સારું ચુંદડી લાવ્યા રે


અલ્લક છાયો તલ્લક છાયો ધૂળ જેવો પાવડર લાવ્યો

ભાન વગર નો ભૂત આયો, આયો ક્યાંથી રે

એ ક્યાંથી લાવ્યા રે... એ.. એ... (૨)

આ ધૂળ જેવો પાવડર તમે ક્યાંથી લાવ્યા રે

કોરસ: અરે આ ધૂળ જેવો પાવડર તમે ક્યાંથી લાવ્યા રે

હા અમે  લાવ્યા રે... એ.. એ...એ..  (૨)

આ તારી તાવડી જેવી છોડી સારું પાવડર લાવ્યા રે

કોરસ: આ તારી તાવડી જેવી છોડી સારું પાવડર લાવ્યા રે


અલ્લક છાયો તલ્લક છાયો ડાબલા જેવા ચશ્માં  લાવ્યો

ભાન વગર નો ભૂત આયો, આયો ક્યાંથી રે

એ ક્યાંથી લાવ્યા રે... એ.. એ... (૨)

આ ડાબલા જેવા ચશ્માં તમે ક્યાંથી લાવ્યા રે

કોરસ: આ ડાબલા જેવા ચશ્માં તમે ક્યાંથી લાવ્યા રે

હા હા અમે લાવ્યા રે.. એ...એ... (૨)

આ તારી બાડી બોબડી છોડી સારું ચશ્માં લાવ્યા રે

કોરસ: આ તારી બાડી બોબડી છોડી સારું ચશ્માં લાવ્યા રે

કોરસ: અરે આ ગાભા જેવી ચુંદડી તમે ક્યાંથી લાવ્યા રે

કોરસ: આ તારી ડોબા જેવી છોડી સારું ચુંદડી લાવ્યા રે

કોરસ: અરે આ કચકડા ની બંગડી લઇ ને ક્યાંથી આવ્યા રે

કોરસ: આ તારી વાંઢી સાટું કચકડા ની બંગડી લાવ્યા રે


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ