મેંતો પાલવડે બાંધી રે પ્રીત


 

ગીત: મેંતો પાલવડે બાંધી રે પ્રીત 

ફિલ્મ: મેંતો પાલવડે બાંધી રે પ્રીત 


એ મારા કાનો માં કઈ કેતુ રે, આ જોબનીયું મદમાતું રે

એ મારા કાનો માં કઈ કેતુ, આ જોબનીયું મદમાતું

એની મીઠી મીઠી વાતું મારા દલ ને કરતુ ઘેલું

એલા માંડવડે આવો, વાજા વગડાવો, સાંભળ ઓ મનડા મીત રે

મેંતો પાલવડે બાંધી રે પ્રીત

કે મેંતો પાલવડે બાંધી રે પ્રીત 

એ મનગમતી મટકાળી રે, અલી સાંભળ ઓ લટકાળી રે

એ મનગમતી મટકાળી , અલી સાંભળ ઓ લટકાળી

થોડી ધીરજ રાખો રાણી, મારા રુદિયા માં રમનારી

તારા માંડવડે આવું, વાજા વગડાવું , ગવડાવું મદમીઠા ગીત રે

ભલે પાલવડે બાંધી રે પ્રીત

કે મેંતો પાલવડે બાંધી રે પ્રીત  (૨)


એ મને ક્યારે ના ગમતું મારું મન તારા માં ભમતું

મને કીધી એવી ઘેલી મારી સૈયર કરતી વાતું

ઓ સાયબા  ઓ સાયબા 

એ મને ક્યારે ના ગમતું મારું મન તારા માં ભમતું

મને કીધી એવી ઘેલી મારી સૈયર કરતી વાતું રે

એ ગોરી સૈયર ની સંગાથે રે ના કરીએ મન ની વાતો રે

એ ગોરી સૈયર ની સંગાથે ના કરીએ મન ની વાતો 

તમે સાન માં સમજો લાડી મારા ફાગણ ની ફૂલવાડી

તારું મુખડું નિરાળું જોતા રૂપાળું મનડા વાગે સંગીત રે

ભલે પાલવડે બાંધી રે પ્રીત

કે મેંતો પાલવડે બાંધી રે પ્રીત  (૨)


એ રૂપાળી તારા સંગે જીવતર નો લાવો લેશું

રંગીલી ભીની પ્રીત્યું ના ગીત મધુરા ગાશું

ઓ સાજણા ઓ સાજણા

એ રૂપાળી તારા સંગે જીવતર નો લાવો લેશું

રંગીલી ભીની પ્રીત્યું ના ગીત મધુરા ગાશું રે

એ એવો કાળો કામણ ગારો રે તું લાગે વાલો વાલો રે 

એ એવો કાળો કામણ ગારો તું લાગે વાલો વાલો 

મને પીઠી ચોળાવો, પાનેતર લાવો, ચોરી માં લાગ્યું છે ચિત રે

 મેંતો પાલવડે બાંધી રે પ્રીત

એ ભલે પાલવડે બાંધી રે પ્રીત (૨)

હા મેંતો પાલવડે બાંધી રે પ્રીત (૨)


mp3 song


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ