ઓલ્યા મન ગમતા




 

ગીત: ઓલ્યા મન ગમતા 

ફિલ્મ: મેંતો પાલવડે બાંધી પ્રીત


હે ઓલ્યા મન ગમતા મેલા માં વાગે મોરલડી

કો: ઓલ્યા મન ગમતા મેલા માં વાગે મોરલડી

હે મારું ચિતડું ચડ્યું ચકડોળે કે વાગે મોરલડી

કો: મારું ચિતડું ચડ્યું ચકડોળે કે વાગે મોરલડી

ઓલ્યા મન ગમતા મેલા માં વાગે મોરલડી

કો: મોરલડી હા મોરલડી

હે કાના થી નજરું મળી  (૨) મળતા પાપણ ઢળી રાધા ગઈ દલડું હારી રે 

હે મુખ પર મોરલી રૂડી, મધુરી ધૂન વગાડી રાતો ની નીંદ ઉડાડી રે

કો: કાના થી નજરું મળતા પાપણ ઢળી રાધા ગઈ દલડું હારી રે

હે મુખ પર મોરલી રૂડી, મધુરી ધૂન વગાડી રાતો ની નીંદ ઉડાડી રે


હે ઓલ્યા મનગમતા મેળા માં દીઠી પાતલડી

કો:  ઓલ્યા મનગમતા મેળા માં દીઠી પાતલડી

હે ફરે હૈયું ફેર ફુદરડી કે  દીઠી પાતલડી

કો: ફરે હૈયું ફેર ફુદરડી કે  દીઠી પાતલડી

ઓલ્યા મનગમતા મેળા માં દીઠી પાતલડી

કો: પાતલડી હા પાતલડી

હે રાધાજી હળવે હસ્યા (૨) અજાણે મન માં વસ્યા કાના ના ચિત ગયા ચોરી રે

હે પીતળશા પગ માં રૂડી, જીણી જીણી ઘૂઘરી વાગી, પ્રીત્યું ની તરશું જાગી રે

કો: રાધાજી હળવે હસ્યા  અજાણે મન માં વસ્યા કાના ના ચિત ગયા ચોરી રે

હે પીતળશા પગ માં રૂડી જીણી, જીણી ઘૂઘરી વાગી, પ્રીત્યું ની તરશું જાગી રે


હે સાંજ સવારે મન મંદિરે વાગે તારી વાસળી (૨) 

ભૂલી હૂતો ભાન શાન નાચું થઇ ઢેલડી

કો: ભૂલી હૂતો ભાન શાન નાચું થઇ ઢેલડી

હે નાચું તારી સંગ રૂપાળી (૨) રેશમ ની પુતળી પ્યારી તૂટો મારે મન કોરાણી રે

હે પીતળશા પગ માં રૂડી, જીણી જીણી ઘૂઘરી વાગી, પ્રીત્યું ની તરશું જાગી રે

કો: હે પીતળશા પગ માં રૂડી, જીણી જીણી ઘૂઘરી વાગી, પ્રીત્યું ની તરશું જાગી રે


હે પૂનમ કેરા ચાંદ સરીખું મલકે રૂડું મુખડું (૨)

કમખા ડાળે જોબન જુલે ધડકે મારું દલડું

કો: કમખા ડાળે જોબન જુલે ધડકે મારું દલડું

એ વાલા જરા હળવે બોલો (૨) લોક તણી લાજ તો રાખો હૂતો હજી કુમળી કળી રે

હે મુખ પર મોરલી રૂડી, મધુરી ધૂન વગાડી રાતો ની નીંદ ઉડાડી રે

કો: વાલા જરા હળવે બોલો (૨) લોક તણી લાજ તો રાખો હૂતો હજી કુમળી કળી રે

હે મુખ પર મોરલી રૂડી, મધુરી ધૂન વગાડી રાતો ની નીંદ ઉડાડી રે

કો: હે ઓલ્યા મન ગમતા મેલા માં વાગે મોરલડી

કો:  હે ઓલ્યા મનગમતા મેળા માં દીઠી પાતલડી

કો: હે ઓલ્યા મન ગમતા મેલા માં વાગે મોરલડી

કો:  હે ઓલ્યા મનગમતા મેળા માં દીઠી પાતલડી


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ