ડાયા દીકરી રે



ગીત: ડાયા દીકરી રે

 ફિલ્મ: મેંતો પાલવડે બાંધી પ્રીત


ડાયા દીકરી રેકુમ કુમ ની પગલી પાડી હાલ્યા રે

એવા સોળે રે શણગાર સજી બેની હાલ્યા માણારાજ

કોરસ: એવા સોળે રે શણગાર સજી બેની હાલ્યા માણારાજ 


એ દીકરી તમારે શું શું જોઈએ માંગો મારી લાડકડી

હા તમે માંગો મારી લાડકડી

કાકા મારા રે... માંગું તો હવે બીજું રે શું માંગું રે

મારા વિરહ માં તમે આંસુડા નવ પાડજો માણારાજ

કોરસ: મારા વિરહ માં તમે આંસુડા નવ પાડજો માણારાજ


એ તુછે અમારી આંગણ તુલસી તુછે ગોરી ગાવલડી

હા બેટા તુછે ગોરી ગાવડી

કાકી મારા રે...તમારી ગાવલડી દુભાણી રે

મને યાદ કરી તમે આંસુડા નવ પાડજો માણારાજ

કોરસ:મને યાદ કરી તમે આંસુડા નવ પાડજો માણારાજ


એ તુછે મારી આંખ્યું નો દીવડો તુછે મારી લાકડી

દીકરી તું છે મારી લાકડી

દાદી મારા રે... તમારી આંખ્યું ના દીવડા બુજાણાં રે

મને હૈયે ધરી તમે આંસુડા નવ પાડજો માણારાજ

કોરસ: મને હૈયે ધરી તમે આંસુડા નવ પાડજો માણારાજ

મને હૈયે ધરી તમે આંસુડા નવ પાડજો માણારાજ


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ