એ પ્રીતડી રુવે


 

ગીત: એ પ્રીતડી રુવે

ફિલ્મ: મેંતો પાલવડે બાંધી પ્રીત


એ પ્રીતડી રુવે રહ રહ રૂદિયા ની માય

એ રુવે રે મારો માયલો રે

હૈયે મારે હાલી રે સવાલો ની વણજાર રે

એ વેરણ થઇ ગઈ રાતડી રે

એ સાયબા મારા શમણા રોળાણા રણ ની માય

કે પીઠી નો રંગ નોતો ઉતર્યો રે

સોના કેરો સુરજ મારો આથમિયો બપોર રે 

એ અંધારા ડંખે હાલી વેદના રે


એ હૈયા માં અજંપો ને અંધારું રે આઠે પોર

હે કોને કરું દલ ની વાતડી રે

લાગી કોની નજરું રે અમારી ભોળી પ્રીત ને

એ ફરૂકે મારી આંખડી રે

એ સાયબા મેંતો પાલવડે બાંધી રે એવી પ્રીત

એ તોડી ના તૂટે કોઈદી રે

આવી હૂતો પરલોક નું પાનેતર પહેરી રે

એ પ્રીત્યું ના વચન નિભાવવા રે


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ