આવો ગાંડો ઘેલો





 
ગીત: આવો ગાંડો ઘેલો

ફિલ્મ: મેંતો પાલવડે બાંધી પ્રીત


હે આવો ગાંડો ઘેલો રે ઓલ્યો અણવર ક્યાંથી આવ્યો રે

કો.  આવો ગાંડો ઘેલો રે ઓલ્યો અણવર ક્યાંથી આવ્યો રે

હે એનું નળિયા જેવું નાક રે

કો. હે એનું નળિયા જેવું નાક રે 

એના સુપડા જેવા કાન રે

કો. એના સુપડા જેવા કાન રે 

હે એનો તરબૂચ જેવો તોલો જોઈ ને હુંતો લાજી મરૂ 

કો. હે એનો તરબૂચ જેવો તોલો જોઈ ને હુંતો લાજી મરૂ  

હે ઓલી નવી વેવાણ રે તમે ઘરમાં ઘાલી રાખો રે

કો. હે ઓલી નવી વેવાણ રે તમે ઘરમાં ઘાલી રાખો રે 

હે એના ડુંગળી જેવા ડોળા રે

કો. હે એના ડુંગળી જેવા ડોળા રે 

હે જાણે મીંદડી માચી ભોળા રે

કો. હે જાણે મીંદડી માચી ભોળા રે

હે એનો ફળિયા જેવો ફાંદો જોઈ ને હુંતો લાજી મરુ

કો.હે એનો ફળિયા જેવો ફાંદો જોઈ ને હુંતો લાજી મરું

કો.  આવો ગાંડો ઘેલો રે ઓલ્યો અણવર ક્યાંથી આવ્યો રે

કો. હે ઓલી નવી વેવાણ રે તમે ઘરમાં ઘાલી રાખો રે 


હે અણવર હાલ્યો હટાણું કરવા હડકાયા કુતરે કરડ્યો રે

કો. એને  હડકાયા કુતરે કરડ્યો રે

હે ફાટી ગયો એનો ચોઈણો ને ઈ પડતો આખડતો આવ્યો રે

કો. ઈતો પડતો આખડતો આવ્યો રે

એ ગામે ટે ગામ ના તેડાવ્યા વૈદડા

કો. એ ગામે ટે ગામ ના તેડાવ્યા વૈદડા

અંતે હડકવા હાલ્યો રે ઓલ્યો અણવર

હે વેવલી હાલી ભોરીન્ગડા વેચવા ગાંડા ગધેડે રોકી રે

કો. એને ગાંડા ગધેડે રોકી રે

હે ગધેડો કે હાલ લગન કરીએ જામશે આપણી જોડી રે

કો. અલી જામશે આપણી જોડી રે

હે ભાગી રે વેવલી ફાટ્યો રે ઘાઘરો

કો. હે ભાગી રે વેવલી ફાટ્યો રે ઘાઘરો 

હે રુવે ઈટો ઓય ઓય માડી રે ઓલી વેવલી

કો. હે અણવર હાલ્યો હટાણું કરવા હડકાયા કુતરે કરડ્યો રે

કો.હે વેવલી હાલી ભોરીન્ગડા વેચવા ગાંડા ગધેડે રોકી રે


હે અણવર તારા લુલા લંગડા સંભાળી ને લેજે

કો. હે અણવર તારા લુલા લંગડા સંભાળી ને લેજે

હે પાછળ થી તું અમને કોઈ ને દોષ ના દેજે

કો.હે પાછળ થી તું અમને કોઈ ને દોષ ના દેજે

હે ગણતો જા વિણતો જા ભાંગલ ગાડા ભરતો જા 

કો. હે ગણતો જા વિણતો જા ભાંગલ ગાડા ભરતો જા 

હે વંઠેલી આ વેવલડી તો ગામ વગર ની ગાંડી રે

કો. હે વંઠેલી આ વેવલડી તો ગામ વગર ની ગાંડી રે

હા પૈણવા સાટું ગામ ગામ ભટકી તોય રહી ગઈ વાંઢી રે

કો. હા પૈણવા સાટું ગામ ગામ ભટકી તોય રહી ગઈ વાંઢી રે

હે ના ચડજો કોઈ હડફેટે આ ધણી વગર ની ધાંધી રે

કો. હે ના ચડજો કોઈ હડફેટે આ ધણી વગર ની ઢાંઢી રે

કો.હે અણવર તારા લુલા લંગડા સંભાળી ને લેજે

કો. હે વંઠેલી આ વેવલડી તો ગામ વગર ની ગાંડી રે

કો. હે નાક વગર નો ઢાંઢો રે ધણી વગર ની ઢાંઢી રે (૨) 


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ