ડોલરીયું



 ગીત: ડોલરીયું


ડમ ડોલરીયું ડમ ડોલરીયું, ડોલરીયું  ડમ ડોલરીયું

ડમ ડોલરીયું રે ડોલરીયું, ડમ ડોલરીયું  રે ડમ ડોલરીયું

હા મારી વાલી જીવ થી વાલી રે ડમ ડોલરીયું ડમ ડોલરીયું

હે મારો પ્રીતમજી મતવાલો રે ડમ ડોલરીયું ડમ ડોલરીયું

હે મારો પ્રીતમજી મતવાલો રે ડમ ડોલરીયું ડમ ડોલરીયું

હે મારી વાલી જીવ થી વાલી રે ડમ ડોલરીયું ડમ ડોલરીયું

મારા રુદિયા નો તું શ્યામ રે, મારા હૈયે તારું નામ રે

મારા રુદિયા નો તું રામ રે, મારા હૈયે કોરાણું નામ રે

પ્રેમ ની આ કેવી રે કહાની... 

ડમ ડોલરીયું રે ડોલરીયું, ડમ ડોલરીયું  રે ડોલરીયું,ડમ ડોલરીયું  રે ડોલરીયું


હો જન્મો નો આ નાતો તોડી ને હું નહિ જાવું

યાદ કરે ને વાલી તારી સામે હું આવું

સાત રંગ ના સપના ઓ તારી સંગે સજાવું

દુનિયા થી એક અલગ દુનિયા હું બનાવું

હો સાત ફેરા ને સાત વચન તારી સંગે મારા

ખુશીયો મારી તારી ને દરદ તારા મારા

મને કિસ્મત થી મળ્યો તું, જીવ તારે નામ કરીશ હું

મને કિસ્મત થી મળી તું,   જીવ તારે નામ કરીશ હું

પ્રેમ ની આ કેવી રે કહાની... 

ડમ ડોલરીયું ડમ ડોલરીયું, ડોલરીયું  ડમ ડોલરીયું, ડમ ડોલરીયું  રે ડોલરીયું


હો તારા પ્રેમ ની મને લગની એવી લાગી

મારા રોમે રોમે વાલી પ્રેમ ધૂન લાગી

સપના તારા વાલમ મારા હું રોજ જોતી

સારસ જેવી જોડી આપણી પ્રેમ સાગર ના મોતી

હો પરણું પરણું થાવું હુંતો સપના જોવું તમારા

તમે અમારી ઘરવાળી ને વરજી અમે તમારા

તારી આંખે દુનિયા જોવું, બસ તારી બની રહું

હો તારી આંખે હું દુનિયા જોવું, બસ તારો બની રહું

પ્રેમ ની આ કેવી રે કહાની...

ડમ ડોલરીયું ડમ ડોલરીયું, ડોલરીયું  ડમ ડોલરીયું, ડમ ડોલરીયું  રે ડોલરીયું

ડમ ડોલરીયું ડમ ડોલરીયું, ડોલરીયું  ડમ ડોલરીયું, ડમ ડોલરીયું  રે ડોલરીયું





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ