નંદલાલા ને



 ગીત: નંદલાલા ને


ગોકુળ સાંભરે ગોકુળ સાંભરે

નંદજી ના લાલ ને ગોકુળ સાંભરે

ઓ નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે (3)

મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં

કો: મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં

ઓ નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે (૨)

મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં

કો: મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં

એ મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં


ઓ સોના રૂપા ના અહી વાસણ મજાનાં

કો:  સોના રૂપા ના અહી વાસણ મજાનાં

હો હો  સોના રૂપા ના અહી વાસણ મજાનાં

કો:  સોના રૂપા ના અહી વાસણ મજાનાં

કાસા ની થાળી મારી રહી ગઈ ગોકુળ માં

કો: કાસા ની થાળી મારી રહી ગઈ ગોકુળ માં

 હો કાસા ની થાળી મારી રહી ગઈ ગોકુળ માં

કો: કાસા ની થાળી મારી રહી ગઈ ગોકુળ માં

હો  નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે (૨)

મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં

કો: મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં

હો મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં


હો છપ્પન ભોગ અહી થાળ ધરાય છે

કો: છપ્પન ભોગ અહી થાળ ધરાય છે

હો છપ્પન ભોગ અહી થાળ ધરાય છે

કો: છપ્પન ભોગ અહી થાળ ધરાય છે

માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળ માં

કો: માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળ માં

 હો માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળ માં

કો: માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળ માં

હો  નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે (૨)

મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં

કો: મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં

હો મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં


હો રાણી પટરાણી અહી મહેલે સોહાય છે

કો: રાણી પટરાણી અહી મહેલે સોહાય છે

હો હો રાણી પટરાણી અહી મહેલે સોહાય છે

કો: રાણી પટરાણી અહી મહેલે સોહાય છે

ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળ માં

કો:  ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળ માં

હો ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળ માં

કો:  ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળ માં

હો રાધાજી ને એટલું કેજો ઓધવજી (૨)

અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળ માં

કો: અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળ માં

હો  નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે (૨)

મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં

કો: મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં

હો મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં

કો: મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં

અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળ માં

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ