સાયબા સોના ની મેડી



 ગીત: સાયબા સોના ની મેડી

ફિલ્મ: મારા રુદિયે રંગાણા તમે સાજણા


કે સાયબા સોના ની મેડી બંધાવ કમખે બોલે કોયલડી

કો. કે સાયબા સોના ની મેડી બંધાવ કમખે બોલે કોયલડી

એ મેડીએ રૂપ ની ખાટ્યુ  બંધાવ કમખે બોલે કોયલડી

કો. કે સાયબા સોના ની મેડી બંધાવ કમખે બોલે કોયલડી


એ ગોરી તને કડલા ઘડાવું મોંઘા મૂલ નાં

કો. એ ગોરી તને કડલા ઘડાવું મોંઘા મૂલ નાં

ઈ કડલા માં તન્કાવું મન ગમતા મોરલા 

કો. ઈ કડલા માં તન્કાવું મન ગમતા મોરલા

એ કડલા...કે કડલા પેરી ને લટકે આવ કમખે બોલે કોયલડી

કો . કે સાયબા સોના ની મેડી બંધાવ કમખે બોલે કોયલડી 


હે કે લાવું તને સોના ઈંઢોણી રૂપ બેડલું
કો. હે કે લાવું તને સોના ઈંઢોણી રૂપ બેડલું
ઈ બેડલા માં પચરંગી ભાત્યું પડાવ તું
કો. ઈ બેડલા માં પચરંગી ભાત્યું પડાવ તું
એ રૂપલા...કે રૂપલા બેડલે છલકાતી આવ કમખે બોલે કોયલડી
કો . કે સાયબા સોના ની મેડી બંધાવ કમખે બોલે કોયલડી

એ મેડીએ રૂપ ની ખાટ્યુ  બંધાવ કમખે બોલે કોયલડી

કો. કે સાયબા સોના ની મેડી બંધાવ કમખે બોલે કોયલડી


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ