મારા મન ના મીત તમે છો



ગીત: મારા મન ના મીત તમે છો

ફિલ્મ: મારા રુદિયે રંગાણા તમે સાજણા


મારા મન ના મીત તમે છો જીવન નું ગીત તમે છો (૨)

એ ગીત ના હ્યદય ની (૨) મધુરી ધુન તમે છો (તમે જ છો)

મારા સૂર નો તાર તમે છો સદિયો નો પ્યાર તમે છો (૨)

 એ પ્યાર ની સુરત માં (૨) સોનેરી પ્રભાત તમે છો (તમે જ છો)

મારા મન ના મીત તમે છો જીવન નું ગીત તમે છો


ચાંદા સરીખું મલકે મીઠું ગોરી તમારું મુખલડું (૨)

હૈયા માં એક નામ તમારું જપે અમારું આ દલડું

એ દળદા ના ઓરડે (૨) પૂનમ નો ચાંદ તમે છો (તમે જ છો)

મારા સૂર નો તાર તમે છો સદિયો નો પ્યાર તમે છો


રઢિયાળી છે રાત નિરાળી આવો તો કરીએ વાતલડી (૨)

આંખલડી માં ઊગી રૂપાળી જનમો જનમ ની પ્રીતાલડી

એ પ્રીતડી ના રંગ માં (૨) કસુંબલ ભાત તમે છો (તમે જ છો)

મારા મન ના મીત તમે છો જીવન નું ગીત તમે છો

રા સૂર નો તાર તમે છો સદિયો નો પ્યાર તમે છો

 એ પ્યાર ની સુરત માં (૨) સોનેરી પ્રભાત તમે છો (તમે જ છો)


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ