કે મોરલી વાગે રૂડી



ગીત: કે મોરલી વાગે રૂડી

ફિલ્મ: મારા રુદિયે રંગાણા તમે સાજણા


કે મોરલી વાગે રૂડી,કે મોરલી વાગે રૂડી (૨)

હે એના મીઠા રે સૂર મને લાગે મધુર (૨)

મારા હૈયા માં પ્રીત્યું જગાડે ઓ સાયબા

લઈજા... લઈજા લેરીડા તારા દેશ માં

કે મને લઈજા લેરીડા તારા દેશ માં

કે મોરલી વાગે રૂડી,કે મોરલી વાગે રૂડી


એ ગોરી અમારા રુદિયે વાગ્યા પ્રીત ના એવા બાણ

એ મારું હૈયું ના રેતુ હાથ માં એ એવા મીઠડા તમારા વેણ

શમણાં ની સેરીયું માં હરતા ને ફરતા (૨)

સંભળાયા સૂર તારી પ્રીત્યું ના વન માં

એ મારી આંખો માં મારા અંતર માં તું (૨)

મારા ધડકન નો ધબકારો તું છે ઓ સાયબા

લઈજા... લઈજા લેરીડા તારા દેશ માં

કે મને લઈજા લેરીડા તારા દેશ માં

કે મોરલી વાગે રૂડી,કે મોરલી વાગે રૂડી


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ