મારા રુદિયે રંગાણા તમે સાજણા



ગીત: મારા રુદિયે રંગાણા તમે સાજણા 

ફિલ્મ: મારા રુદિયે રંગાણા તમે સાજણા 


હે મુખે કહ્યું ના કહેવાય દિલ થી રહ્યું ના રહેવાય (૨)

એવા કાળજે કોરાણા તમે સાજણા

કે મારા રુદિયે રંગાણા તમે સાજણા

કે પ્રીત્યું કેમ રે છુપાય આંખે છલકી રે જાય (૨)

એવા માનડે વિંધાણા તમે સાજણા

કે મારા રુદિયે રંગાણા તમે  સાજણા


ક્યાં સુધી હું સંઘરી રાખું મન ની વાતું મન માં (૨)

ક્યાં સુધી તમ થી અળગા સજાવું પ્રેમ તણા હું સમણા

તમો ને કેમ રાખું દૂર તમે છો જીંદગી નો સૂર (૨)

એવા શ્વાસો માં સમાણા તમે સાજણા

કે મારા રુદિયે રંગાણા તમે  સાજણા


પ્રેમ તણા ઈતિહાસ ના પાને અમર કવિતા લખીશું (૨)

જગ ના લોકો જુગ જુગ ગાશે એવી પ્રીત કરીશું

રોજ સાંજ ને સવાર મારા મંદિરયા ને દ્વાર (૨)

તારી જાલારીયું વાગે મારી સાજણા

કે મારા રુદિયે રંગાણા તમે  સાજણા

હે મુખે કહ્યું ના કહેવાય દિલ થી રહ્યું ના રહેવાય

કે પ્રીત્યું કેમ રે છુપાય આંખે છલકી રે જાય

એવા માનડે વિંધાણા તમે સાજણા

કે મારા રુદિયે રંગાણા તમે  સાજણા


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ